Vadodaraની નારાયણ શાળાની દીવાલ ધરાશાયી થતા બે બાળકો થયા ઈજાગ્રસ્ત,મચી દોડધામ

ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી થતા મચી દોડધામ નારાયણ શાળાની દીવાલ થઈ ધરાશાયી વડોદરાના વાઘોડિયામાં આવેલી શાળામાં મોટી દુર્ઘટના વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામ શરૂ કર્યું હતું. અચાનક દીવાલ થઈ ધરાશાયી વાઘોડિયા રોડ પર આવેલી શાળામાં અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી,સમગ્ર ઘટનામાં બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,મહત્વનું છે કે શાળા ચાલુ હતી તે દરમિયાન દીવાલ ધરાશાયી થતા વિધાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા,એક સાઈડનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે,ત્યારે ફાયર વિભાગે પણ ઘટના સ્થળે જઈ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી. 6 મે 2024ના રોજ જામનગરમાં શાળાની દીવાલ થઈ ધરાશાયી રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ધ્રોલમાં નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જુની કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર બાળકો દટાયા હોવાની જાણ થતા પોલીસ બે જેટલા જેસીબી તેમજ બે જેસીબી સાથે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને બાળકોને બહાર કાઢવા આવ્યા હતા.જેમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. 15 દિવસ અગાઉ વડોદરાના આવાસમાં છત ધરાશાયી થઈ હતી વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 12 વર્ષ પહેલાં શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નુર્મના આવાસો બનાવવામાં આવ્યા હતા. જે પૈકીના જાંબુઆ ખાતે આવેલા નુર્મના આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે અફરાતફરી મચી ગઈ હતી.

Vadodaraની નારાયણ શાળાની દીવાલ ધરાશાયી થતા બે બાળકો થયા ઈજાગ્રસ્ત,મચી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલુ શાળાએ દીવાલ ધરાશાયી થતા મચી દોડધામ
  • નારાયણ શાળાની દીવાલ થઈ ધરાશાયી
  • વડોદરાના વાઘોડિયામાં આવેલી શાળામાં મોટી દુર્ઘટના

વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામ શરૂ કર્યું હતું.

અચાનક દીવાલ થઈ ધરાશાયી

વાઘોડિયા રોડ પર આવેલી શાળામાં અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી,સમગ્ર ઘટનામાં બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,મહત્વનું છે કે શાળા ચાલુ હતી તે દરમિયાન દીવાલ ધરાશાયી થતા વિધાર્થીઓ ચિંતામાં મૂકાયા હતા,એક સાઈડનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે,ત્યારે ફાયર વિભાગે પણ ઘટના સ્થળે જઈ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી.


6 મે 2024ના રોજ જામનગરમાં શાળાની દીવાલ થઈ ધરાશાયી

રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ધ્રોલમાં નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જુની કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર બાળકો દટાયા હોવાની જાણ થતા પોલીસ બે જેટલા જેસીબી તેમજ બે જેસીબી સાથે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને બાળકોને બહાર કાઢવા આવ્યા હતા.જેમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.

15 દિવસ અગાઉ વડોદરાના આવાસમાં છત ધરાશાયી થઈ હતી

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 12 વર્ષ પહેલાં શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નુર્મના આવાસો બનાવવામાં આવ્યા હતા. જે પૈકીના જાંબુઆ ખાતે આવેલા નુર્મના આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે અફરાતફરી મચી ગઈ હતી.