Vadodaraના વાઘોડિયા રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં ભરાયા કેડ સમા પાણી,સ્થાનિકો ત્રાહિમામ

ગઈકાલે સાંજે વડોદરામાં વરસ્યો હતો ધમાકેદાર વરસાદ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી વાઘોડિયામાં પાણી ભરાતા સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર ગુજરાતમાં ચોમાસુ મનમૂકીને જામ્યું છે ત્યારે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ સાંજથી ધમકેદાર વરસાદ વરસ્યો હતો,વાઘોડિયામાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પાણીમાથી ચાલવાનો વારો આવ્યો હતો,ત્યારે કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. પાણીનો નથી થતો નિકાલ પ્રભુનગર સોસાયટીમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસામાં આ જ રીતે વરસાદી પાણી ભરાય છે અને ત્રણથી ચાર દિવસ સુધી પાણી ઉતરતા નથી જેના કારણે પાણીમાંથી પસાર થવુ પડે છે,સાથે સાથે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી જતા વેપારીઓને નુકસાનનો વારો આવ્યો છે.વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા સરખી કામગીરી કરાતી નથી જેના કારણે આ સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું શહેરના આજવા સરોવરમાં વરસાદી પાણીની આવક થતા જળ સપાટી 212 ફૂટ પહોંચી હતી. જેથી 211 ફૂટનું લેવલ મેઈન્ટેન કરવા માટે ગઈકાલે મોડી રાત્રે આજવા સરોવરમાંથી 2000 ક્યુસેક પાણી કોર્પોરેશન દ્વારા છોડવામાં આવ્યું હતું. આ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવ્યું હતું. ઉપરાંત વાઘોડિયા, સાવલી ધનિયાવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પાણી વિશ્વામિત્ર નદીમાં આવે છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી આજે સવારે 10 વાગ્યે ભયજનક લેવલ 26 ફૂટને ઓંળગીને 27.85 ફૂટે પહોંચી જતા નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય પણ લોકોને વિશ્વામિત્ર નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે. વડોદરામાં ઈમરજન્સી નંબર જાહેર કરાયા વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.

Vadodaraના વાઘોડિયા રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં ભરાયા કેડ સમા પાણી,સ્થાનિકો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે સાંજે વડોદરામાં વરસ્યો હતો ધમાકેદાર વરસાદ
  • વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
  • વાઘોડિયામાં પાણી ભરાતા સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર

ગુજરાતમાં ચોમાસુ મનમૂકીને જામ્યું છે ત્યારે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ સાંજથી ધમકેદાર વરસાદ વરસ્યો હતો,વાઘોડિયામાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પાણીમાથી ચાલવાનો વારો આવ્યો હતો,ત્યારે કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે.

પાણીનો નથી થતો નિકાલ

પ્રભુનગર સોસાયટીમાં રહેતા સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસામાં આ જ રીતે વરસાદી પાણી ભરાય છે અને ત્રણથી ચાર દિવસ સુધી પાણી ઉતરતા નથી જેના કારણે પાણીમાંથી પસાર થવુ પડે છે,સાથે સાથે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી જતા વેપારીઓને નુકસાનનો વારો આવ્યો છે.વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા સરખી કામગીરી કરાતી નથી જેના કારણે આ સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે.


વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું

શહેરના આજવા સરોવરમાં વરસાદી પાણીની આવક થતા જળ સપાટી 212 ફૂટ પહોંચી હતી. જેથી 211 ફૂટનું લેવલ મેઈન્ટેન કરવા માટે ગઈકાલે મોડી રાત્રે આજવા સરોવરમાંથી 2000 ક્યુસેક પાણી કોર્પોરેશન દ્વારા છોડવામાં આવ્યું હતું. આ પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવ્યું હતું. ઉપરાંત વાઘોડિયા, સાવલી ધનિયાવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પાણી વિશ્વામિત્ર નદીમાં આવે છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી આજે સવારે 10 વાગ્યે ભયજનક લેવલ 26 ફૂટને ઓંળગીને 27.85 ફૂટે પહોંચી જતા નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સિવાય પણ લોકોને વિશ્વામિત્ર નદી કાંઠા વિસ્તારમાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે.

વડોદરામાં ઈમરજન્સી નંબર જાહેર કરાયા

વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.