Vadodaraના કરજણ તાલુકામાં મહિલાને પ્રસૃતિ માટે ખાટલામાં ઉંચકીને લઈ જવાઈ,ગ્રામજનો મદદે આવ્યા

રોડ પર પાણી ફરી વળતા ખાટલામાં ઉંચકીને લઇ જવાઇ મહિલાને રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ 108ની ટીમ સાથે રહી મહિલાને રેસ્ક્યુ કરાઇ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દરેક જગ્યાએ વરસાદ મન મૂકીને વરસ્યો છે ત્યારે ગત સાંજથી વડોદરા શહેર અને ગ્રામ્યમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.કરજણ તાલુકા પંથકમાં પણ ભારે વરસાદ વરસતા ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,કરજણ તાલુકાના કોલીયાદ ગામે પાલેજ સીમળી રોડ પર પાણી ફરી વળતા મહિલાને પ્રસૃતિ માટે ખાટલામાં લઈ જવાઈ ગ્રામજનો અને 108ની ટીમ આવી મદદે વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે તેની વચ્ચે કરજણ તાલુકામાં એક મહિલાને પ્રસૃતિ માટે ખસેડવાની હતી પરંતુ ભારે પાણીના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર સુધી ના આવતા ગ્રામજનો દ્રારા ખાટલામાં મહિલાને લઈ જવામાં આવી હતી,108ની ટીમ અને ગ્રામજનો દ્રારા સફળ રીતે મહિલાની પ્રસૃતિ કરાવવામાં આવી હતી.108ની ટીમ દ્વારા કેડ સમાં પાણીમાંથી સ્ટેચર દ્વારા મહિલાને રેસ્ક્યુ કરાઈ અને હોસ્પિટલ ખસેડાઈ હતી. વડોદરામાં ઈમરજન્સી નંબર જાહેર કરાયા વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.

Vadodaraના કરજણ તાલુકામાં મહિલાને પ્રસૃતિ માટે ખાટલામાં ઉંચકીને લઈ જવાઈ,ગ્રામજનો મદદે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડ પર પાણી ફરી વળતા ખાટલામાં ઉંચકીને લઇ જવાઇ
  • મહિલાને રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ
  • 108ની ટીમ સાથે રહી મહિલાને રેસ્ક્યુ કરાઇ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દરેક જગ્યાએ વરસાદ મન મૂકીને વરસ્યો છે ત્યારે ગત સાંજથી વડોદરા શહેર અને ગ્રામ્યમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.કરજણ તાલુકા પંથકમાં પણ ભારે વરસાદ વરસતા ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,કરજણ તાલુકાના કોલીયાદ ગામે પાલેજ સીમળી રોડ પર પાણી ફરી વળતા મહિલાને પ્રસૃતિ માટે ખાટલામાં લઈ જવાઈ

ગ્રામજનો અને 108ની ટીમ આવી મદદે

વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે તેની વચ્ચે કરજણ તાલુકામાં એક મહિલાને પ્રસૃતિ માટે ખસેડવાની હતી પરંતુ ભારે પાણીના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર સુધી ના આવતા ગ્રામજનો દ્રારા ખાટલામાં મહિલાને લઈ જવામાં આવી હતી,108ની ટીમ અને ગ્રામજનો દ્રારા સફળ રીતે મહિલાની પ્રસૃતિ કરાવવામાં આવી હતી.108ની ટીમ દ્વારા કેડ સમાં પાણીમાંથી સ્ટેચર દ્વારા મહિલાને રેસ્ક્યુ કરાઈ અને હોસ્પિટલ ખસેડાઈ હતી.


વડોદરામાં ઈમરજન્સી નંબર જાહેર કરાયા

વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.