Vadodaraથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને રહેશે સરળતા,સરકાર હાઈસ્પીડ કોરીડોર વિકસાવશે

વડોદરાથી SOU હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે મુખ્યમંત્રીએ 382 કરોડના રૂપિયા ફાળવ્યા SOU ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કરાયું છે નિર્માણ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને હવે સરળતા રહેશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપિયા હાઈસ્પીડ કોરીડોરને લઈ ફાળવવા મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા ૩૮૧.૧૬ કરોડની મંજૂરી આપી છે. હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે. વુડા હદથી ડભોઇ સુધી 4 માર્ગીય રોડ બનાવાશે મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શન થી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે.તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે. એસઓયુ ખાતે ટિકિટમાં પણ રાહત મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જો કે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ. તેમને પણ રાહત મળશે. જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો 15 કરતા ઓછા સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે.  

Vadodaraથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને રહેશે સરળતા,સરકાર હાઈસ્પીડ કોરીડોર વિકસાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાથી SOU હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે
  • મુખ્યમંત્રીએ 382 કરોડના રૂપિયા ફાળવ્યા
  • SOU ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કરાયું છે નિર્માણ

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને હવે સરળતા રહેશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપિયા હાઈસ્પીડ કોરીડોરને લઈ ફાળવવા મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા ૩૮૧.૧૬ કરોડની મંજૂરી આપી છે.

હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.

વુડા હદથી ડભોઇ સુધી 4 માર્ગીય રોડ બનાવાશે

મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શન થી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે.તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.

એસઓયુ ખાતે ટિકિટમાં પણ રાહત મળશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જો કે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ. તેમને પણ રાહત મળશે. જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો 15 કરતા ઓછા સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે.