USAથી ડીપોર્ટ કરાયેલા વધુ 8 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

Feb 16, 2025 - 12:00
USAથી ડીપોર્ટ કરાયેલા વધુ 8 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ વધુ ભારતીયોની વતન વાપસી થઈ છે,અમેરિકાથી અમૃતસર અને અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકો પરત ફર્યા છે,કલોલના બે અને માણસાના એક વ્યક્તિને ડિપોર્ટ કરાયા છે.અગાઉ 5 ફેબ્રુઆરીએ 104 ભારતીયોને લઇ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવ્યું હતું જેમાં 33 ગુજરાતીઓ પરત ફર્યા હતા.અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પરત આવેલા ગુજરાતીઓને જે તે જિલ્લાની પોલીસ લઈ જશે વતન અને તેમની પૂછપરછ પણ કરી શકે છે.ડિપોર્ટ કરાયેલા 116 ભારતીયો સાથે US એરફોર્સનું પ્લેન મોડી રાત્રે અમૃતસર આવ્યું હતું.

જાણો કોણ-કોણ ગુજરાતીઓ પરત ફર્યા

1- લુહાર ધવલભાઈ કિરીટકુમાર - કલોલ

2 - લુહાર રુદ્ર ધવલભાઈ - કલોલ

3 - મીહિત ઠાકોર - ગુજરાત

4 - પટેલ ધિરાજકુમાર કનુભાઈ - અમદાવાદ

5 - ચૌધરી કનિશ મહેશભાઈ - માણસા

6 - ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી - ગુજરાત

7 - ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી - ગુજરાત

8 - ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી - ગુજરાત

પહેલા પણ એક ફલાઈટ અમેરિકાથી આવી હતી

આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે 104 ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. તેમા ગુજરાત અને હરિયાણાના 33-33 અને પંજાબના 30 હતા. પંજાબ અને બીજા કેટલાય રાજ્યના લોકો ડંકી રુટે અમેરિકામાં ઘૂસ્યા હતા.ભારત આવવા 119 ગેરકાયદે વસાહતીઓને લઈને ઉપડેલી ફ્લાઇટ્સે પનામામાં રોકાણ કર્યુ હતું. પનામામાં કોઈ બીજા દેશના ગેરકાયદે વસાહતીઓને લઈને ઉતરેલી આ પ્રથમ ફ્લાઇટ હતી. પનામાએ અમેરિકાને ગેરકાયદે વસાહતીઓને મોકલવા માટે સ્ટોપઓવર તરીકેની ઓફર કરી હતી. તેમા ભારત આવનારી ફ્લાઇટ સૌપ્રથમ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0