Unseasonal Rain In Gujarat : ખેડૂતોનો મોલ પાણીમાં અને આંખનું પાણી ભરપૂર, સંવેદનશીલ સરકાર પાસે માગી રહી છે સંજીવની
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાજેતરમાં થયેલા અણધાર્યા કમોસમી વરસાદ અને વ્યાપક પાક નુકસાનની ઘટનાએ રાજ્યના કૃષિ જગતમાં હાહાકાર મચાવી દીધો છે. એક તરફ ખેડૂતો લાખો હેક્ટર જમીન પરના તૈયાર પાક ધોવાઇ જવાથી પાયમાલ થયા છે તો બીજી તરફ સરકારની 'હેક્ટર દીઠ સહાય'ની વાત માત્ર સાંત્વના બનીને રહી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની વેદના દર્શાવે છે કે, જયારે 18 હજાર હેક્ટરમાં ડાંગર સહીતના પાકોનું ધોવાણ થયું છે ત્યારે આ નુકસાન માત્ર પાકનું નહીં પણ ખેડૂત પરિવારના ભવિષ્યનું છે.
ફાઈનલ પ્રોડક્ટ જ ધોવાઈ ગઈ, ખેડૂતોને રોવાનો વારો આવ્યો
સરકાર આંકડાઓની માયાજાળમાં હેક્ટર દીઠ સહાય આપવાની વાત કરે છે પરંતુ ખેડૂતની અસલી વ્યથા એ છે કે "પાક ધોવાઇ જાય એટલે ફાઈનલ પ્રોડક્ટ ધોવાઈ ગઈ". ખેડૂતે જે મહેનત, ધિરાણ અને આશા સાથે વાવણી કરી હતી તે બધું જ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. દાણા તૈયાર હતા હવે માત્ર કાદવ અને નિષ્ફળતા જ હાથમાં રહી છે. ખેડૂતને તેના ઉત્પાદનમાં મૂલ્ય જેટલું વળતર જોઈએ કે માત્ર હેક્ટર દીઠ નિર્ધારિત નજીવી રકમ.
પૂર્વ ચેતવણી છતાં 'શૂન્ય એક્શન'ની નીતિ
સૌથી મોટો ગંભીર મુદ્દો એ છે કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ કૃષિ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. પાક તૈયાર થઇ ગયો હતો જો સમયસર તેણે બજાર સુધી પહોંચાડવા માટે માર્કેટ યાર્ડ અને સરકારી ખરીદી કેન્દ્રોએ પૂરતી અને ત્વરિત મંજૂરી આપી હોત તો આજે આટલું મોટું નુકસાન ન થયું હોત. તૈયાર પાકને યાર્ડમાં ન સ્વીકારવાને કારણે ખેતરોમાં જ સડવા દીધો જે સત્તાવાર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. કમર ભાંગી ગઈ, હવે શિયાળુ પાકનું શું?
જે ખેડૂતનો પાક તૈયાર હતો પરંતુ માર્કેટ યાર્ડ દ્વારા સ્વીકારવામાં ન આવ્યો તે આજે બેવડી માર સહન કરી રહ્યા છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ સરકારી તંત્રની ઉદાસીનતા. પાકનો શોંધ વળી ગયો છે અને ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. આ પરિસ્થિતિમાં માત્ર રોકડ સહાય જ પૂરતી નથી પરંતુ તાત્કાલિક અને વ્યાપક આર્થિક ટેકો અનિવાર્ય છે. જો ખેડૂતો આ પાક નુકસાનીમાંથી બહાર નહીં આવે તો તેઓ શિયાળુ પાક કેવી રીતે કરી શકશે? તેમની પાસે બિયારણ, ખાતર કે ખેડાણ માટેના રૂપિયા ક્યાંથી આવશે? સરકાર સળવળે તો જ કૃષિ તંત્ર સજીવન
આ ભયંકર કટોકટીને હળવાશથી લેવાનો સમય નથી. હવે આ મુદ્દે સરકાર સળવળે તો જ આખું કૃષિ તંત્ર પુનઃ સજીવન થઇ શકે તેમ છે. ખેડૂતોને માત્ર વળતર નહીં પણ નવા પાક માટે એડવાન્સ સહાય, ધિરાણ માફી અને ઝડપી માર્કેટિંગ વ્યવસ્થાની જરૂર છે. કૃષિ ક્ષેત્રને ફરી બેઠું કરવા માટે સરકારે યુદ્ધના ધોરણે અને ખેડૂતોની અપેક્ષા મુજબના આકરા નિર્ણયો લેવા પડશે. ખેડૂતોને રાહત નહીં પરંતુ ન્યાય જોઈએ છીએ. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે CMની ઉચ્ચસ્તરીય બેઠક
મહત્વનું છે કે, CM ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સંવેદનશીલતા દાખવીને ખેડૂતોની પડખે ઊભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. તેમણે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી, જેમાં નાયબ CM હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ જોડાયા હતા, અને બે દાયકામાં ન થયા હોય તેવા અસાધારણ વરસાદથી થયેલા નુકસાનનો ત્વરાએ સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

