Tharad : મીઠાવી ચારણ ગામે તળાવમાં માછલીઓનાં મોતથી ફફડાટ

Sep 30, 2026 - 01:30
Tharad : મીઠાવી ચારણ ગામે તળાવમાં માછલીઓનાં મોતથી ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાવ અને થરાદ પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ધરણીધર તાલુકા વિસ્તારના મીઠાવી ચારણ ગામે શાળા અને મુખ્ય ગેટની બિલકુલ નજીકમાં આવેલા તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામતા સ્થાનિક લોકો અને વાલીઓમાં ભારે હડકંપ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

મીઠાવી ચારણ ગામે આવેલ તળાવનું પાણી ખારું હોવા છતાં આ પ્રકારે મોટી સંખ્યામાં માછલીઓ મરી જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે આગામી સમયમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. આ ઘટના સ્થળની તદ્દન નજીક જ શાળા આવેલી છે અને ત્યાંથી જ બાળકો અને ગ્રામજનો સતત અવરજવર કરતા હોય છે. બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થવાની સંભાવના સેવાઈ રહે છે.ગામના જાગૃત નાગરિકોએ આ સ્થિતિનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને તાત્કાલિક ધોરણે મરેલી માછલીઓનો યોગ્ય નિકાલ કરવાની ઉગ્ર માંગ કરી હતી કે તળાવ અને આસપાસના વિસ્તારમાં સડી રહેલી મરેલી માછલીઓનો ત્વરિત ધોરણે નિકાલ કરવામાં આવે.રોગચાળો અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક સેનિટાઈઝેશન અને દવાનો છંટકાવ કરવામાં આવે.ગ્રામજનો અને બાળકોના સ્વાસ્થ્યની રક્ષા માટે તાત્કાલિક મેડિકલ ટીમ મોકલી આરોગ્ય તપાસ શિબિર યોજવામાં આવે.

જો વહેલી તકે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અતિ મારતા દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળે તેઓ ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0