Thangadhના જામવાડી વિસ્તારમાંથી લાખો રૂપિયાની કાર્બોસેલની ખનીજચોરી ઝડપાઇ

9 ટ્રેક્ટર, ચરખી, જનરેટર અને કાર્બોસેલનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ DYSPખનીજમાફીયાઓ અને ભૂમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી અને દબાણ ખનીજચોરી સમયે ઝેરી ગેસની ગુંગળામણથી ત્રણ શ્રમીકોના મોત મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ખનીજચોરી સમયે ઝેરી ગેસની ગુંગળામણથી ત્રણ શ્રમીકોના મોત થયા છે ત્યારે થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં મોટાપાયે ખનીજચોરી ઝડપી લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રગર જિલ્લામાં સરકારી જમીન પોતાની માલિકીની હોય એવી રીતે ખનીજમાફીયાઓ અને ભૂમાફીયાઓ દ્વારા દબાણ કરી ગેરકાયદેસર ખનીજચોરી અને દબાણ કરાઇ રહયુ છે. ત્યારે મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજચોરી કરતા સમયે ઝેરી ગેસની ગુંગળામણથી ત્રણ શ્રમીકો મોતને ભેટયા હતા.ત્યાર બાદ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી અને ખાણખનીજ અધિકારી નિરવ બારોટની ટીમે થાનગઢ પોલીસની ટીમને સાથે રાખી થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી.રેડ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા નવેક જેટલા ટ્રેકટર, લોખંડની ચરખીઓ, જનરેટર સહિતનો લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો. સાથે ઉંડા કુવાઓમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો હતો.આમ ત્રણ શ્રમીકોના મોત બાદ તંત્ર દ્વારા ચારે તરફ ગેરકાયદેસર ખનીજચોરી ઉપર તવાઇ બોલાવાઇ રહી છે.સાથે ગામની બાજુમાં પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાનું સામે આવ્યુ છે ત્યારે ખનીજચોરી અને બેદરકારીના કારણે થતા શ્રમીકોના મોત અટકાવવા માટે ગ્રામજનોએ પણ જાગૃત થવાની જરૂર છે.ગેરકાયદેસર ખનીજચોરી થતી જણાય તો તાત્કાલીક ખાણખનીજ અધિકારી કે પોલીસને જાણ કરી દેવી જોઇએ.આમ અગાઉ તંત્ર દ્વારા ખનીજચોરી કરેલા ઉંડા કુવા બુરાયા છતાય બુરેલા ખાડામાંથી માટે કાઢી ખનીજચોરી કરતા સમયે અંદર ઉત્પન્ન થતા ઝેરી ગેસના કારણે શ્રમીકોના મોત થતા હોવાથી તંત્ર સાથે સ્થાનીકોએ પણ જાગૃત થવાની જરૂર દેખાઇ રહી છે. લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલકે થાનગઢના જામવાડી વિસ્તારમાંથી ખાણખનીજની ટીમ સાથે રેડ કરી ગેરકાયદેસર કાર્બોસેલ,ટ્રેકટર,ચરખીઓ,જનરેટર સહિતનો લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો છે.

Thangadhના જામવાડી વિસ્તારમાંથી લાખો રૂપિયાની કાર્બોસેલની ખનીજચોરી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 9 ટ્રેક્ટર, ચરખી, જનરેટર અને કાર્બોસેલનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયોઃ DYSP
  • ખનીજમાફીયાઓ અને ભૂમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરી અને દબાણ
  • ખનીજચોરી સમયે ઝેરી ગેસની ગુંગળામણથી ત્રણ શ્રમીકોના મોત

મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ખનીજચોરી સમયે ઝેરી ગેસની ગુંગળામણથી ત્રણ શ્રમીકોના મોત થયા છે ત્યારે થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં મોટાપાયે ખનીજચોરી ઝડપી લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રગર જિલ્લામાં સરકારી જમીન પોતાની માલિકીની હોય એવી રીતે ખનીજમાફીયાઓ અને ભૂમાફીયાઓ દ્વારા દબાણ કરી ગેરકાયદેસર ખનીજચોરી અને દબાણ કરાઇ રહયુ છે. ત્યારે મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજચોરી કરતા સમયે ઝેરી ગેસની ગુંગળામણથી ત્રણ શ્રમીકો મોતને ભેટયા હતા.ત્યાર બાદ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી અને ખાણખનીજ અધિકારી નિરવ બારોટની ટીમે થાનગઢ પોલીસની ટીમને સાથે રાખી થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી.રેડ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા નવેક જેટલા ટ્રેકટર, લોખંડની ચરખીઓ, જનરેટર સહિતનો લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો હતો. સાથે ઉંડા કુવાઓમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો હતો.આમ ત્રણ શ્રમીકોના મોત બાદ તંત્ર દ્વારા ચારે તરફ ગેરકાયદેસર ખનીજચોરી ઉપર તવાઇ બોલાવાઇ રહી છે.સાથે ગામની બાજુમાં પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાનું સામે આવ્યુ છે ત્યારે ખનીજચોરી અને બેદરકારીના કારણે થતા શ્રમીકોના મોત અટકાવવા માટે ગ્રામજનોએ પણ જાગૃત થવાની જરૂર છે.ગેરકાયદેસર ખનીજચોરી થતી જણાય તો તાત્કાલીક ખાણખનીજ અધિકારી કે પોલીસને જાણ કરી દેવી જોઇએ.આમ અગાઉ તંત્ર દ્વારા ખનીજચોરી કરેલા ઉંડા કુવા બુરાયા છતાય બુરેલા ખાડામાંથી માટે કાઢી ખનીજચોરી કરતા સમયે અંદર ઉત્પન્ન થતા ઝેરી ગેસના કારણે શ્રમીકોના મોત થતા હોવાથી તંત્ર સાથે સ્થાનીકોએ પણ જાગૃત થવાની જરૂર દેખાઇ રહી છે.

લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલકે થાનગઢના જામવાડી વિસ્તારમાંથી ખાણખનીજની ટીમ સાથે રેડ કરી ગેરકાયદેસર કાર્બોસેલ,ટ્રેકટર,ચરખીઓ,જનરેટર સહિતનો લાખો રૂપીયાનો મુદમાલ જપ્ત કર્યો છે.