Ahmedabad Rathyatra 2024ને લઈ પોલીસ કમિશનરે મંદિરમાં કર્યુ નિરીક્ષણ,જુઓ Video

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ જગન્નાથ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પોલીસ કમિશનર જી.એસ.મલિકે નિરીક્ષણ કર્યું અમદાવાદ રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્રારા રથયાત્રાના રૂટ તેમજ મંદિરમાં નિરીક્ષણ કર્યુ હતુ.સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી,શહેરમાં રથયાત્રાને લઈ કોઈ કચાસ ના રહે તેને લઈ અમદાવાદ શહેર પોલીસ એલર્ટ મોર્ડ પર છે.રથયાત્રાના દિવસે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તારજમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 1400થી વધુ CCTV કેમરા સમગ્ર રૂટ પર છે તમામ CCTVનું લાઇવ સ્ક્રીનિંગ કન્ટ્રોલ રૂમ,સર્કિટ હાઉસ અને DG ઓફિસમાં થશે,ડ્રોનનો પણ ઉપયોગ સમગ્ર રૂટની સુરક્ષામાં કરવામાં આવશે.સરસપુરમાં ભારે ભીડ હોય છે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ પબ્લિક પર થોડુ રીસ્ટ્રીકશન રાખીશું. રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ રથયાત્રા પહેલા પોલીસના રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે. સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 6 જુલાઈએ શું પ્રોગામ રહેશે 1-સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે 2-10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે 3-બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે 4-સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે 7 જુલાઈ રથયાત્રાના દિવસે શું પ્રોગામ રહેશે 1-સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે 2-સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે 3-સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે 4- પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે

Ahmedabad Rathyatra 2024ને લઈ પોલીસ કમિશનરે મંદિરમાં કર્યુ નિરીક્ષણ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ
  • જગન્નાથ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • પોલીસ કમિશનર જી.એસ.મલિકે નિરીક્ષણ કર્યું

અમદાવાદ રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્રારા રથયાત્રાના રૂટ તેમજ મંદિરમાં નિરીક્ષણ કર્યુ હતુ.સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી,શહેરમાં રથયાત્રાને લઈ કોઈ કચાસ ના રહે તેને લઈ અમદાવાદ શહેર પોલીસ એલર્ટ મોર્ડ પર છે.

રથયાત્રાના દિવસે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


1400થી વધુ CCTV કેમરા સમગ્ર રૂટ પર છે

તમામ CCTVનું લાઇવ સ્ક્રીનિંગ કન્ટ્રોલ રૂમ,સર્કિટ હાઉસ અને DG ઓફિસમાં થશે,ડ્રોનનો પણ ઉપયોગ સમગ્ર રૂટની સુરક્ષામાં કરવામાં આવશે.સરસપુરમાં ભારે ભીડ હોય છે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ પબ્લિક પર થોડુ રીસ્ટ્રીકશન રાખીશું.

રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ

રથયાત્રા પહેલા પોલીસના રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે.


સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા

માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

6 જુલાઈએ શું પ્રોગામ રહેશે

1-સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે

2-10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે

3-બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે

4-સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે

7 જુલાઈ રથયાત્રાના દિવસે શું પ્રોગામ રહેશે

1-સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવસી નૃત્ય અને રાસ ગરબા રમશે

2-સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે

3-સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે

4- પહિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે