Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો

Jun 17, 2026 - 21:00
Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટ અધિકારીઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાનો લાભ આપવા માટે ગરીબ ખેડૂતો પાસેથી લાંચ માંગવાના ગુનામાં ડોસવાડા સેજોના ગ્રામસેવક જીવણભાઈ ગામીત અને સોનગઢ સ્થિત બજરંગ એગ્રો એજન્સીના અક્ષય કેરલ નામના વ્યક્તિને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ડાંગરના બિયારણ પેટે લાંચ માંગી હતી

મળતી વિગતો મુજબ, સરકારની નિદર્શન કીટ સહાય યોજના 2026 હેઠળ ખેડૂતોને બિયારણ ફાળવવાનું હતું. આ સરકારી સહાયની કીટ આપવાના બદલામાં ગ્રામસેવક જીવણભાઈ ગામીત દ્વારા ડાંગરના બિયારણ પેટે 300 અને જુવારના બિયારણ પેટે 350 મળીને કુલ 650ની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ ભ્રષ્ટાચાર સામે એક જાગૃત નાગરિકે નમતું જોખવાને બદલે તાત્કાલિક એસીબી કચેરીનો સંપર્ક સાધીને આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

લાંચના પૂરેપૂરા નાણાં સાથે રંગેહાથ દબોચી લીધા

ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા સોનગઢ એપીએમસી માર્કેટ ખાતે આવેલી બજરંગ એગ્રો એજન્સીના ગોડાઉનમાં એક ગુપ્ત છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન ગ્રામસેવકના કહેવાથી એજન્સીના અક્ષય કેરલે ફરિયાદી પાસેથી 650ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ હાથમાં લેતાં જ સંતાઈને બેઠેલી એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને લાંચના પૂરેપૂરા નાણાં સાથે રંગેહાથ દબોચી લીધા હતા.એસીબીએ ગુનો નોંધી બંને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાયદેસરની આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Kheda જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કઠલાલ અને મહુધા પંથકમાં વરસાદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0