Navsari News: મુખ્યમંત્રીએ જિલ્લાના 6 તાલુકાઓમાં 753 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું

Nov 29, 2026 - 20:00
Navsari News: મુખ્યમંત્રીએ જિલ્લાના 6 તાલુકાઓમાં 753 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં રૂ. 389.20 કરોડના ખર્ચે 65 કામોનું ભૂમિપૂજન, રૂ. 24.30 કરોડના ખર્ચે 154 કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. 116 કરોડના ખર્ચે નવનિર્મિત 21 પ્રકલ્પોનું લોકાર્પણ કરી નવસારી શહેર-જિલ્લાને રૂ. 753 કરોડથી વધુના 240 વિકાસપ્રકલ્પોની ભેટ આપી હતી. રાજ્યના આદિવાસી યુવક-યુવતીઓને ઘરઆંગણે જ રોજગારીની નવી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રીશ્રીએ નવસારી ખાતેથી ‘વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજના’નું પણ લોન્ચિંગ કર્યું હતું.

સરકારે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં મહાત્મા ગાંધીજીએ એક ચપટી મીઠાને આઝાદીની લડાઈનું પ્રતીક બનાવ્યું, તેવી ઐતિહાસિક ધરતીનવસારી જેવા શહેરો દેશની આર્થિક ગતિશીલતાના કેન્દ્રો છે, જે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફની યાત્રામાં નેતૃત્વ આપતા રહેશે.આજે નવસારીને મળેલા રૂ.753 કરોડના વિકાસ કામો શહેરીજનોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે. મેઘરાજાની મહેર ધરાવતા નવસારીના નાગરિકોને આવાગમન માટે RCC રસ્તાઓ ખૂબ રાહતરૂપ બનશે.નવસારીની જનતાની વર્ષોની માંગણીને માન આપીને સરકારે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. જે ઉજ્જવળ શહેરી વિકાસના ભવિષ્યનો પાયો છે. 

આદિવાસી પટ્ટાના વિકાસ માટે રૂ. 2 લાખ કરોડનો ખર્ચ

નવસારીએ સદીઓથી ભારતની સાંસ્કૃતિક સદ્દભાવના અને આસ્થાને હૃદયમાં સ્થાન આપ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ પાક અંજુમન નવસારી આતશ બહેરામ છે.બરાબર એક વર્ષ પહેલાં 29 નવેમ્બરે આ પવિત્ર આતશ બહેરામની વર્તમાન ઈમારતને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો તેની સ્મૃતિ તાજી કરી હતી. ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિએ આગામી પાંચ વર્ષ માટે ગુજરાતને રૂ.બે લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે, ત્યારે આ યોજના હેઠળ રાજ્ય સરકાર આગામી પાંચ વર્ષમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે રૂ. 2 લાખ કરોડનો ખર્ચ કરશે. 

નશામુક્ત ભારત અભિયાન'ને જનઆંદોલન બનાવવા હાકલ

આદિવાસી યુવાનોને કૌશલ્યવાન બનાવી રોજગાર અને સ્વરોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ આજે નવી અમલી બનેલી વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજના આ દિશામાં મહત્વપૂર્ણ પહેલ હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું. રાજ્ય સરકારે શહેરોના સુનિયોજિત વિકાસ, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા, આવાસ, પરિવહન અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો હોવાથી ૫૦ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેમણે યુવાનોને નશાની ચુંગાલમાં ન ફસાવા, નશાથી દૂર રહી સભ્ય સમાજનો ભાગ બની 'નશામુક્ત ભારત અભિયાન'ને જનઆંદોલન બનાવવા હાકલ કરી હતી.

કુલ રૂ.753 કરોડના કામોની ભેટ આપી હતી

મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગના રૂ.336 કરોડના વિકાસકામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના રૂ.95.39 કરોડના ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.73.69 કરોડના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, નવસારી મનપાના રૂ.69 કરોડના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના રૂ.63 કરોડના કામોનું ખાતમુહૂર્ત, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના રૂ.91 કરોડના કામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, ગણદેવી નગરપાલિકાના રૂ.10 કરોડના ભૂમિપૂજન, ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.ના રૂ.10 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, શિક્ષણ વિભાગના રૂ.5.14 કરોડના કામોના લોકાર્પણ મળી કુલ રૂ.753 કરોડના કામોની ભેટ આપી હતી.

આ પણ વાંચોઃ Delimitation Bill Live : કોંગ્રેસ સાથેની બેઠક બાદ DMKના સ્ટાલિને સરકારને સમર્થન આપ્યું, રાહુલ ગાંધીએ કહ્યું અમે અમારી વાત મુકી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0