Tapi News : ઉકાઈ નજીક પીપળ ચોકડી પર બે બાઇક અથડાતા ગમગીની, સોનગઢના 3 યુવાનોએ જીવ ગુમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાપી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ યુવકો સોનગઢમાં એક કાર્યક્રમની ઉજવણી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળનો ભેટો થયો હતો.
ઉકાઈ નજીક અકસ્માત
આ ગંભીર અકસ્માત ઉકાઈ નજીક આવેલા પીપળ ચોકડી પાસે સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પરંતુ ત્રણેય યુવકોના ઘટનાસસ્થળે જ મોત થયા હતા. મૃત્યુ પામનાર યુવકો સોનગઢ તાલુકાના રહેવાસી હતા, જેના કારણે તેમના પરિવારો અને મિત્રવર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ વાહન ચલાવવા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક ઉજવણીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
What's Your Reaction?






