Surendranagarમાં કરૂણા અભિયાનને લઈ કલેકટરની બેઠક, પોલીસ અને વન અધિકારીઓ હાજર રહ્યાં
જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે 'કરુણા અભિયાન-૨૦૨૫’ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા આયોજન અંગેની જાણકારી મેળવી વિવિધ સૂચનો કર્યા હતાં.બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આપણે સૌ ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે. વન વિભાગ પણ કરે છે મદદ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી 'કરુણા અભિયાન-૨૦૨૫' અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં દરેક જિલ્લાવાસીઓને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ઉતરાયણ દરમિયાન આટલું કરીએ ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પુઠાના બોક્સમાં રાખી તાત્કાલિક સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ. ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ. ઉતરાયણ દરમિયાન આટલું ન કરીએ પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ. ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ અને ઘાયલ પક્ષી પર પાણીનો રેડીએ. ઘાયલ પક્ષીને બચાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ઘાયલ પક્ષીને સંભાળથી કાળજીપૂર્વક ઉપાડીએ, હવાની અવરજવર થઈ શકે તેવા બાસ્કેટ બોક્સમાં પક્ષીને રાખીએ. પક્ષીને આઘાતથી બચાવવા તેના પર કપડું રાખવું, ઘાવ પર આયોડિન/ ડેટોલ/ સેવલોન કે હળદર પાવડર લગાડવો નહીં. ઘા પર લોહી બંધ કરવા માટે હળવા હાથે રૂ દબાવવું, લાંબા સમય માટે પક્ષીને હાથમાં પકડી ન રાખવું, ઘવાયેલ પક્ષી સાથે રમત કે ફોટોગ્રાફી ન કરવી. પક્ષીના શરીર પરથી પતંગની દોરી દૂર કરવા બળજબરીપૂર્વક પ્રયાસ ન કરવો, તળેલા પદાર્થ પક્ષીને ક્યારેય પણ ખવડાવવા નહીં જેમકે ગાંઠીયા, બિસ્કીટ, ઘાયલ પક્ષીની માહિતી હેલ્પલાઇન નંબર પર આપીને તાત્કાલિક નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચે તેવી વ્યવસ્થા કરવી. જિલ્લાના વિવિધ તાલુકા માટે હેલ્પલાઇન નંબર સુરેન્દ્રનગર જિલ્લામાં કરુણા અભિયાન ૨૦૨૫ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા.૧૦/૦૧/૨૦૨૫થી જિલ્લાના દસેય તાલુકામાં કંટ્રોલ રૂમ તથા પક્ષી સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવશે. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતો ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ માં 'Karuna' મેસેજ લખીને મેળવી શકાશે. આ ઉપરાંત Hi મેસેજ લખવાથી બર્ડ હેલ્પલાઈન તેમજ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડનના નંબર મેળવી શકાશે. ૧૯૬૨/૧૯૨૬ પર ફોન કરીને ઘાયલ પક્ષી અંગેની જાણકારી આપી શકાશે. ઘાયલ પક્ષીને તાત્કાલિક નજીકના કંટ્રોલરૂમ/ પક્ષી સારવાર કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફની ટીમ બનાવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે હેલ્પલાઇન નંબરો નીચે મુજબ છે. તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી સુરેન્દ્રનગર/ વઢવાણ માટે ૯૯૭૯૨ ૭૧૦૦૦/ ૯૭૨૩૩ ૧૮૫૯૭/ ૯૪૨૭૪ ૫૬૩૫૪/ ૯૯૧૩૧ ૦૩૯૩૫, મુળી તાલુકા માટે ૯૪૨૭૦ ૪૫૭૭૨, ૯૦૩૩૨ ૫૭૩૯૭, ૯૯૨૫૨ ૫૮૨૯૦, ૯૫૭૪૫ ૨૮૯૭૬, ચોટીલા તાલુકા માટે ૯૬૮૭૭ ૩૫૪૪૮, ૯૮૭૯૫ ૭૪૪૭૮, ૮૫૩૦૩ ૫૭૨૫૬, ૯૪૨૯૯ ૦૫૫૨૫, થાનગઢ તાલુકા માટે ૯૯૦૯૫ ૫૩૧૩૫, ૯૭૨૬૧ ૦૭૭૦૭, ૯૬૨૪૧ ૩૭૪૦૫, લખતર તાલુકા માટે ૯૨૨૭૬ ૫૧૭૭૩, ૭૪૦૫૪ ૪૦૮૧૦, ૮૯૦૫૮ ૭૭૭૬૭, લીંબડી તાલુકા માટે ૭૫૬૭૬ ૪૨૨૦૭, ૬૩૫૨૭ ૪૬૪૨૫, ૯૯૦૪૬ ૫૭૦૬૩, ચુડા તાલુકા માટે ૯૯૦૯૪ ૯૨૪૨૧, ૯૭૩૭૧ ૧૨૭૦૩, ૮૭૩૩૯ ૪૧૧૧૧, સાયલા તાલુકા માટે ૯૪૨૭૨ ૦૫૩૯૭, ૭૯૯૦૫ ૭૩૩૪૨, ૯૭૨૩૩ ૬૮૦૨૪, ધ્રાંગધ્રા તાલુકા માટે ૮૯૦૫૦ ૬૯૩૧૭, ૯૭૧૨૦ ૫૮૬૦૦, ૮૪૬૦૦ ૧૩૯૧૩, પાટડી તાલુકા માટે ૯૭૩૭૭ ૬૧૫૭૭, ૯૯૨૫૯ ૩૨૪૨૫, ૭૯૯૦૪ ૯૮૮૮૪ પર સંપર્ક કરવો.આ બેઠકમાં નાયબ વન સંરક્ષક નિકુંજસિંહ પરમાર, રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે 'કરુણા અભિયાન-૨૦૨૫’ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા આયોજન અંગેની જાણકારી મેળવી વિવિધ સૂચનો કર્યા હતાં.બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આપણે સૌ ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે.
વન વિભાગ પણ કરે છે મદદ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી 'કરુણા અભિયાન-૨૦૨૫' અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં દરેક જિલ્લાવાસીઓને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
ઉતરાયણ દરમિયાન આટલું કરીએ
ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પુઠાના બોક્સમાં રાખી તાત્કાલિક સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ. ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.
ઉતરાયણ દરમિયાન આટલું ન કરીએ
પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ. ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ અને ઘાયલ પક્ષી પર પાણીનો રેડીએ.
ઘાયલ પક્ષીને બચાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ઘાયલ પક્ષીને સંભાળથી કાળજીપૂર્વક ઉપાડીએ, હવાની અવરજવર થઈ શકે તેવા બાસ્કેટ બોક્સમાં પક્ષીને રાખીએ. પક્ષીને આઘાતથી બચાવવા તેના પર કપડું રાખવું, ઘાવ પર આયોડિન/ ડેટોલ/ સેવલોન કે હળદર પાવડર લગાડવો નહીં. ઘા પર લોહી બંધ કરવા માટે હળવા હાથે રૂ દબાવવું, લાંબા સમય માટે પક્ષીને હાથમાં પકડી ન રાખવું, ઘવાયેલ પક્ષી સાથે રમત કે ફોટોગ્રાફી ન કરવી. પક્ષીના શરીર પરથી પતંગની દોરી દૂર કરવા બળજબરીપૂર્વક પ્રયાસ ન કરવો, તળેલા પદાર્થ પક્ષીને ક્યારેય પણ ખવડાવવા નહીં જેમકે ગાંઠીયા, બિસ્કીટ, ઘાયલ પક્ષીની માહિતી હેલ્પલાઇન નંબર પર આપીને તાત્કાલિક નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચે તેવી વ્યવસ્થા કરવી.
જિલ્લાના વિવિધ તાલુકા માટે હેલ્પલાઇન નંબર
સુરેન્દ્રનગર જિલ્લામાં કરુણા અભિયાન ૨૦૨૫ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા.૧૦/૦૧/૨૦૨૫થી જિલ્લાના દસેય તાલુકામાં કંટ્રોલ રૂમ તથા પક્ષી સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવશે. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતો ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ માં 'Karuna' મેસેજ લખીને મેળવી શકાશે. આ ઉપરાંત Hi મેસેજ લખવાથી બર્ડ હેલ્પલાઈન તેમજ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડનના નંબર મેળવી શકાશે. ૧૯૬૨/૧૯૨૬ પર ફોન કરીને ઘાયલ પક્ષી અંગેની જાણકારી આપી શકાશે. ઘાયલ પક્ષીને તાત્કાલિક નજીકના કંટ્રોલરૂમ/ પક્ષી સારવાર કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફની ટીમ બનાવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે હેલ્પલાઇન નંબરો નીચે મુજબ છે.
તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી
સુરેન્દ્રનગર/ વઢવાણ માટે ૯૯૭૯૨ ૭૧૦૦૦/ ૯૭૨૩૩ ૧૮૫૯૭/ ૯૪૨૭૪ ૫૬૩૫૪/ ૯૯૧૩૧ ૦૩૯૩૫, મુળી તાલુકા માટે ૯૪૨૭૦ ૪૫૭૭૨, ૯૦૩૩૨ ૫૭૩૯૭, ૯૯૨૫૨ ૫૮૨૯૦, ૯૫૭૪૫ ૨૮૯૭૬, ચોટીલા તાલુકા માટે ૯૬૮૭૭ ૩૫૪૪૮, ૯૮૭૯૫ ૭૪૪૭૮, ૮૫૩૦૩ ૫૭૨૫૬, ૯૪૨૯૯ ૦૫૫૨૫, થાનગઢ તાલુકા માટે ૯૯૦૯૫ ૫૩૧૩૫, ૯૭૨૬૧ ૦૭૭૦૭, ૯૬૨૪૧ ૩૭૪૦૫, લખતર તાલુકા માટે ૯૨૨૭૬ ૫૧૭૭૩, ૭૪૦૫૪ ૪૦૮૧૦, ૮૯૦૫૮ ૭૭૭૬૭, લીંબડી તાલુકા માટે ૭૫૬૭૬ ૪૨૨૦૭, ૬૩૫૨૭ ૪૬૪૨૫, ૯૯૦૪૬ ૫૭૦૬૩, ચુડા તાલુકા માટે ૯૯૦૯૪ ૯૨૪૨૧, ૯૭૩૭૧ ૧૨૭૦૩, ૮૭૩૩૯ ૪૧૧૧૧, સાયલા તાલુકા માટે ૯૪૨૭૨ ૦૫૩૯૭, ૭૯૯૦૫ ૭૩૩૪૨, ૯૭૨૩૩ ૬૮૦૨૪, ધ્રાંગધ્રા તાલુકા માટે ૮૯૦૫૦ ૬૯૩૧૭, ૯૭૧૨૦ ૫૮૬૦૦, ૮૪૬૦૦ ૧૩૯૧૩, પાટડી તાલુકા માટે ૯૭૩૭૭ ૬૧૫૭૭, ૯૯૨૫૯ ૩૨૪૨૫, ૭૯૯૦૪ ૯૮૮૮૪ પર સંપર્ક કરવો.આ બેઠકમાં નાયબ વન સંરક્ષક નિકુંજસિંહ પરમાર, રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.