Surendranagarના મતદારો ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજોથી મતદાન કરી શકશે
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓ માટે મતદારો સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૦૬.૦૦ કલાક સુધી મતદાન કરી શકશે. ૧૨ વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે મતદારો ઓળખ માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય ૧૨ વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા દિવ્યાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલા),નો સમાવેશ થાય છે, કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેનું ઓળખકાર્ડ રજૂ કરી મતદાન કરી શકાશે. મતદાન મથકોએ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં ઉલ્લેખનીય છે કે, મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર ખાતે સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા તથા તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે, કોઈ પણ વ્યક્તિ મતદાન મથકોએ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓ માટે મતદારો સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૦૬.૦૦ કલાક સુધી મતદાન કરી શકશે.
૧૨ વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે
મતદારો ઓળખ માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય ૧૨ વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા દિવ્યાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલા),નો સમાવેશ થાય છે, કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેનું ઓળખકાર્ડ રજૂ કરી મતદાન કરી શકાશે.
મતદાન મથકોએ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે, મતદાન મથક અને મતગણતરી કેન્દ્ર ખાતે સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા તથા તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે, કોઈ પણ વ્યક્તિ મતદાન મથકોએ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં.