Surendranagarના થાન નજીક ગૌરક્ષકોની સફળ કામગીરી, કતલખાને લઈ જવાતા 10 અબોલ પશુઓને બચાવાયા

Oct 24, 2025 - 23:00
Surendranagarના થાન નજીક ગૌરક્ષકોની સફળ કામગીરી, કતલખાને લઈ જવાતા 10 અબોલ પશુઓને બચાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં આજે ગૌરક્ષકોની ટીમે સક્રિયતા દાખવીને કતલખાને લઈ જવાતા 10 જેટલા અબોલ પશુઓના જીવ બચાવ્યા છે. ગૌરક્ષકોએ બાતમીના આધારે વોચ ગોઠવીને આ પશુઓ ભરેલી એક પીકઅપ વાનને ઝડપી પાડી હતી. ગૌરક્ષકોની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે થાનના મંડળાસર ગામ પાસેના રોડ પરથી અબોલ પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.

પશુઓ ભરેલી પીકઅપ વાન ઝડપી લેવાઇ

આ બાતમીના આધારે ગૌરક્ષકોએ તરત જ આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ગૌરક્ષકોએ શંકાસ્પદ જણાતી 10 અબોલ પશુઓ ભરેલી એક બોલેરો પીકઅપ વાનને આંતરીને તેને ઝડપી પાડી હતી. વાહનની તપાસ કરતાં અંદરથી પશુઓને અત્યંત બેરેહમીપૂર્વક બાંધીને ભરવામાં આવેલાં જોવા મળ્યાં હતાં. ગૌરક્ષકોએ તાત્કાલિક પશુઓને વાનમાંથી મુક્ત કરીને તેમને કતલખાને લઈ જતાં બચાવી લીધા હતા.

ગૌરક્ષકોએ 10 અબોલ પશુઓને બચાવ્યા

ગૌરક્ષકોએ સ્થળ પર જ બોલેરો પીકઅપ વાનના ચાલકને પણ ઝડપી પાડ્યો હતો અને આ સમગ્ર બનાવની જાણ થાન પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને વાહનચાલકની અટકાયત કરી હતી. પોલીસે ગૌરક્ષા કાયદા અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહન કબજે કરીને ઝડપાયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આ ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0