Surendranagarના 4 યાત્રીઓ મક્કામાં અટવાયા, અમદાવાદની ફ્લાઇટ રદ થતાં વાપસી અટકી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના 4 નાગરિકો પવિત્ર યાત્રાધામ મક્કા ખાતે ઉમરાહ અદા કરવા માટે ગયા હતા, પરંતુ વતન પરત ફરતી વખતે અચાનક મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદ આવતી તેમની ફ્લાઇટ રદ થઈ જતાં તમામ 4 યાત્રીઓ હાલ મક્કા ખાતે જ રોકાવા મજબૂર બન્યા છે. ફ્લાઇટ રદ થવાના કારણે તેમની ઘરવાપસીમાં વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગરમાં વસતા તેમના પરિવારજનોમાં શરુઆતમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
પરિવારજનોને મળ્યા રાહતના સમાચાર
મક્કામાં અટવાયેલા તમામ 4 યાત્રીઓ સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે. ઉમરાહની ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હોવાથી તેઓ હાલ પોતાની સુવિધાસભર જગ્યાએ રોકાયેલા છે. પરિવારજનો અને ટ્રાવેલ એજન્સી સતત તેમના સંપર્કમાં છે, જેથી કોઈ અગવડતા ન પડે. યાત્રીઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
વૈકલ્પિક રૂટથી વતન વાપસી અંગે નિર્ણય બાકી
ફ્લાઇટ રદ થયા બાદ હવે યાત્રીઓને વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજા કોઈ વૈકલ્પિક રૂટ અથવા અન્ય એરલાઇન્સની ફ્લાઇટ મારફતે તેઓને પરત લાવવા અંગેનો આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે. એરલાઇન્સ કંપની અને સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે, અને ટૂંક સમયમાં જ 4 એય યાત્રીઓને સુરક્ષિત રીતે અમદાવાદ લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ પણ વાંચો : Bhavnagar ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં મોટો ધડાકો, રૂ. 7.34 કરોડના સાયબર કૌભાંડ બાદ ચેરમેન અને CEO સસ્પેન્ડ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

