Surendranagar: શિયાળો આવ્યો છતાંય પાક નુકસાનીનો કકળાટ યથાવત્
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન ખાસ કરીને શ્રાવણ તેમજ ભાદરવા માસ દરમિયાન અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેથી રાજ્ય સરકારે સર્વેની જાહેરાત કરી સર્વે શરુ તો કર્યો હતો. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ આડેધડ સર્વે કરતા અમુક ખેડૂતોનું જ પાક નુકસાનીનું વળતર જમા થયું અને એ પણ મજાક સમાન થયું છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડાના પાક નુકસાનીનો સર્વે જ નથી કરાયાનું સામે આવતા ખેડૂતોને વળતર મળશે કે કેમ? એ માટે વિસ્તરણ અધિકારીને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.ઝાલાવાડમાં ગત ચોમાસામાં અતિ ભારે અને અનિયમિત વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું.જેથી સરકારે સર્વે કરી વળતર ચુકવવાની જાહેરાત કરતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ આ ટીમેં આડેધડ સર્વે કરતા અનેક ખેડૂતોના ખેતરોના સર્વે જ નથી થયા અને અમુકના સર્વે થયા તોય વળતર જમા નથી થયું અને જમા થયું તો રૂ. 44,000નાં બદલે માત્ર રૂ. 12-12 હજાર જ.! આ બાબતે ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડાએ જણાવેલ કે કેટલા વિસ્તારનો સર્વે થયો એની તપાસ કરી બાકી રહી ગયેલા ખેડૂતને વળતર મળે એવી કાર્યવાહી કરી યોગ્ય સર્વે નહીં કરનાર સામે પગલા લેવા જણાવ્યું હતું. એક તરફ જગતનો તાત રાત દિવસ મહેનત કરી ઉગાડેલો પાક બળી જતા સરકાર વળતર ચૂકવે એ માટે ચારે તરફ દોડધામ કરતા હોય છે. ત્યારે બીજી તરફ સૌથી ગંભીર બાબત એ છે કે ધ્રાંગધ્રાના 35 ગામડામાં સહયોગ ના કર્યો હોવાથી સર્વે જ નથી થયાનું ધ્રાંગધ્રા વિસ્તરણ અધિકારી વિનોદ ચૌધરીએ જણાવતા હવે આ ગામડાના ખેડૂતોને સહાય મળશે કે કેમ? એ બાબતે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. સરપંચ, ખેડૂતોએ વિસ્તરણ અધિકારીને વળતર મળે એવી કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. હવે સર્વે થયેલા ખેડૂતોમાં વળતર નહીં મળેલા અને 35 ગામના ખેડૂતોનો સર્વે જ બાકી છે. એવા ખેડૂતોને પાક બળી ગયો હોવા છતાંય વળતર નથી મળ્યું. તો આ બધાને વળતર મળશે કે નહીં ? એની સામે સૌની નજર મંડાયેલી છે. કપાસ બળી ગયો છતાંય કે વળતર મામલે ડિંગો સજ્જનપુર ગ્રામ પંચાયતના સરપંચ લાલજીભાઈ પટેલે જણાવેલ કે ગામમાં ખેતીવાડીની ટીમ આવી હતી. અમે સીમ ખેતરોની જે તે સમયે સ્થિતિ બતાવી તો કીધુ કે આવા પાકને વળતર ના મળે અને સર્વે કર્યા વગર જ જતા રહ્યા. ખેડૂતોને 70 %થી પણ વધારે પાકને નુકશાન થવા પામ્યું છે. ત્યારે કોઈપણ ભોગે નુકસાનીનું વળતર તો મળવું જ જોઈએ. આ ઉપરાંત પંથકના ખેડૂતો તેમજ સરપંચોએ રિ-સર્વેની પણ માંગ કરી હતી. પરંતુ જવાબદાર વિભાગે હજુ સુધી કાંઈ કર્યુ જ નથી. સહાય માટેના ફોર્મ ભર્યા પણ સર્વે જ નથી થયો મેથાણ ગામના ખેડૂત કિરપાલસિંહ ઝાલાએ જણાવેલ કે ગામના ખેડૂતોએ પાક નુકસાનની સહાય મેળવવા ફોર્મ તો જે તે સમયે ભરી દીધા છે. પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા આજદિન સુધીમાં સર્વે કરવા જ કોઈ આવ્યું જ નથી અને હજી સુધી કોઈને વળતર પણ ખેડૂતોના બેંક ખાતામાં જમા પણ જિલ્લા ખેતીવાડી વિભાગની તપાસ કરવા માગણી ખેતીવાડી વિભાગ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડામાં સર્વે જ નથી થયો. તાલુકામાં ભારે વરસાદના કારણે પાક નુકસાનીના કારણે આર્થિક ફટકો સહન કરનારા ખેડૂતો માત્ર ફોર્મ ભરીને રાજી રહ્યા છે. હવે નુકશાન થયેલો પાક તો ઉપાડી લીધો. હવે ખેડૂતોને સહાય કેવી રીતે મળશે. આમ હજારો ખેડૂતો સહાય મેળવ્યા વગરના રહી જશે. જેથી રાજ્યના કૃષિ મંત્રી દ્વારા બાકી ગામના ખેડૂતોનો સર્વે શા માટે અને કોના કેવાથી ના કર્યો એની તપાસ કરી કાર્યવાહીની ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. આખો પાક પાણીમાં છતાંય વળતર નહીં મળે ખેડૂત અગ્રણી મુકેશભાઈ પટેલે જણાવેલ કે ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધારે પાક નુકશાની અમારા ગામની સીમમાં થાય છે. કારણ ગુજરવદી રોડની સીમનો બધો પાક પાણીમાં હતો. એમ છતાંય ખેતીવાડી વિભાગવાળા આવીને કહે આવા પાક નુકશાનીનું વળતર ના મળે. આવા ઉડાઉ જવાબ જ આપ્યા છે. હવે અમારા ખેડૂતોને સરકાર વળતર ચુકવે એવી માંગ છે. તંત્રને સહયોગ ના મળતા સર્વે નથી થયો ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદ ચૌધરીએ જણાવેલ કે ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડામાં સર્વેમાં સહયોગ ના આપ્યો હોવાથી પાક નુકશાનીનો સર્વે જ નથી થયો. જેથી એ લોકોને વળતર નહી મળે યાદી મુજબ જે એ મુજબ જ વળતર આપવાનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન ખાસ કરીને શ્રાવણ તેમજ ભાદરવા માસ દરમિયાન અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન થયું હતું. જેથી રાજ્ય સરકારે સર્વેની જાહેરાત કરી સર્વે શરુ તો કર્યો હતો. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ આડેધડ સર્વે કરતા અમુક ખેડૂતોનું જ પાક નુકસાનીનું વળતર જમા થયું અને એ પણ મજાક સમાન થયું છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડાના પાક નુકસાનીનો સર્વે જ નથી કરાયાનું સામે આવતા ખેડૂતોને વળતર મળશે કે કેમ? એ માટે વિસ્તરણ અધિકારીને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.
ઝાલાવાડમાં ગત ચોમાસામાં અતિ ભારે અને અનિયમિત વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું.જેથી સરકારે સર્વે કરી વળતર ચુકવવાની જાહેરાત કરતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ આ ટીમેં આડેધડ સર્વે કરતા અનેક ખેડૂતોના ખેતરોના સર્વે જ નથી થયા અને અમુકના સર્વે થયા તોય વળતર જમા નથી થયું અને જમા થયું તો રૂ. 44,000નાં બદલે માત્ર રૂ. 12-12 હજાર જ.! આ બાબતે ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડાએ જણાવેલ કે કેટલા વિસ્તારનો સર્વે થયો એની તપાસ કરી બાકી રહી ગયેલા ખેડૂતને વળતર મળે એવી કાર્યવાહી કરી યોગ્ય સર્વે નહીં કરનાર સામે પગલા લેવા જણાવ્યું હતું. એક તરફ જગતનો તાત રાત દિવસ મહેનત કરી ઉગાડેલો પાક બળી જતા સરકાર વળતર ચૂકવે એ માટે ચારે તરફ દોડધામ કરતા હોય છે. ત્યારે બીજી તરફ સૌથી ગંભીર બાબત એ છે કે ધ્રાંગધ્રાના 35 ગામડામાં સહયોગ ના કર્યો હોવાથી સર્વે જ નથી થયાનું ધ્રાંગધ્રા વિસ્તરણ અધિકારી વિનોદ ચૌધરીએ જણાવતા હવે આ ગામડાના ખેડૂતોને સહાય મળશે કે કેમ? એ બાબતે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. સરપંચ, ખેડૂતોએ વિસ્તરણ અધિકારીને વળતર મળે એવી કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. હવે સર્વે થયેલા ખેડૂતોમાં વળતર નહીં મળેલા અને 35 ગામના ખેડૂતોનો સર્વે જ બાકી છે. એવા ખેડૂતોને પાક બળી ગયો હોવા છતાંય વળતર નથી મળ્યું. તો આ બધાને વળતર મળશે કે નહીં ? એની સામે સૌની નજર મંડાયેલી છે.
કપાસ બળી ગયો છતાંય કે વળતર મામલે ડિંગો
સજ્જનપુર ગ્રામ પંચાયતના સરપંચ લાલજીભાઈ પટેલે જણાવેલ કે ગામમાં ખેતીવાડીની ટીમ આવી હતી. અમે સીમ ખેતરોની જે તે સમયે સ્થિતિ બતાવી તો કીધુ કે આવા પાકને વળતર ના મળે અને સર્વે કર્યા વગર જ જતા રહ્યા. ખેડૂતોને 70 %થી પણ વધારે પાકને નુકશાન થવા પામ્યું છે. ત્યારે કોઈપણ ભોગે નુકસાનીનું વળતર તો મળવું જ જોઈએ. આ ઉપરાંત પંથકના ખેડૂતો તેમજ સરપંચોએ રિ-સર્વેની પણ માંગ કરી હતી. પરંતુ જવાબદાર વિભાગે હજુ સુધી કાંઈ કર્યુ જ નથી.
સહાય માટેના ફોર્મ ભર્યા પણ સર્વે જ નથી થયો
મેથાણ ગામના ખેડૂત કિરપાલસિંહ ઝાલાએ જણાવેલ કે ગામના ખેડૂતોએ પાક નુકસાનની સહાય મેળવવા ફોર્મ તો જે તે સમયે ભરી દીધા છે. પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા આજદિન સુધીમાં સર્વે કરવા જ કોઈ આવ્યું જ નથી અને હજી સુધી કોઈને વળતર પણ ખેડૂતોના બેંક ખાતામાં જમા પણ
જિલ્લા ખેતીવાડી વિભાગની તપાસ કરવા માગણી
ખેતીવાડી વિભાગ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડામાં સર્વે જ નથી થયો. તાલુકામાં ભારે વરસાદના કારણે પાક નુકસાનીના કારણે આર્થિક ફટકો સહન કરનારા ખેડૂતો માત્ર ફોર્મ ભરીને રાજી રહ્યા છે. હવે નુકશાન થયેલો પાક તો ઉપાડી લીધો. હવે ખેડૂતોને સહાય કેવી રીતે મળશે. આમ હજારો ખેડૂતો સહાય મેળવ્યા વગરના રહી જશે. જેથી રાજ્યના કૃષિ મંત્રી દ્વારા બાકી ગામના ખેડૂતોનો સર્વે શા માટે અને કોના કેવાથી ના કર્યો એની તપાસ કરી કાર્યવાહીની ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.
આખો પાક પાણીમાં છતાંય વળતર નહીં મળે
ખેડૂત અગ્રણી મુકેશભાઈ પટેલે જણાવેલ કે ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધારે પાક નુકશાની અમારા ગામની સીમમાં થાય છે. કારણ ગુજરવદી રોડની સીમનો બધો પાક પાણીમાં હતો. એમ છતાંય ખેતીવાડી વિભાગવાળા આવીને કહે આવા પાક નુકશાનીનું વળતર ના મળે. આવા ઉડાઉ જવાબ જ આપ્યા છે. હવે અમારા ખેડૂતોને સરકાર વળતર ચુકવે એવી માંગ છે.
તંત્રને સહયોગ ના મળતા સર્વે નથી થયો
ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદ ચૌધરીએ જણાવેલ કે ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડામાં સર્વેમાં સહયોગ ના આપ્યો હોવાથી પાક નુકશાનીનો સર્વે જ નથી થયો. જેથી એ લોકોને વળતર નહી મળે યાદી મુજબ જે એ મુજબ જ વળતર આપવાનું છે.