Surendranagar: બેંકના સર્વર સહિત ગામલોકોના વીજ સાધનો બળી ગયા

Dec 31, 2024 - 00:30
Surendranagar: બેંકના સર્વર સહિત ગામલોકોના વીજ સાધનો બળી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર તાલુકાના ઘણાદ ગામે વીજ કંપનીના છેલ્લા 6 માસથી વધુ સમયથી ધાંધીયા છે. લો અને હાઈ વોલ્ટેજના પ્રશ્નને લઈને હાલ ગામની બેંકના સર્વર બળી ગયા છે. જયારે ગામમાં પણ અનેક લોકોના વીજ સાધનો બળી ગયા છે. સોમવારે વીજ કંપનીના કર્મચારીઓ રીપેરીંગ માટે આવતા ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ ગામે છેલ્લા છ માસથી વીજ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. ગામમાં અનેકવાર હાઈ અને લો વોલ્ટેજ થતા વીજ ઉપકરણો બળી જવા પામ્યા છે. જેમાં ગામની એસબીઆઈ બેંકનો પણ સમાવેશ થાય છે. બેંકમાં સર્વર અને યુપીએસ બળી જતા તમામ કામકાજ ઠપ થઈ ગયુ છે. બીજી તરફ ગામની પણ અંદાજીત 120થી વધુ સ્ટ્રીટલાઈટ, 30 ફરીઝ, 100 પંખા, 15 ટીવી, 25થી વધુ પંચર કરવાના મશીન પણ બળી ગયા છે. આથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સોમવારે વીજ કંપનીના કર્મચારીઓ રિપેરીંગ માટે આવતા ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. અને નુકશાનના વળતરની માંગણી કરી હતી. અને જો વીજ કંપની વળતર ન આપે તો વીજ કંપની સામે આંદોલનની ચીમકી અપાઈ છે. આ અંગે લખતર વીજ કંપનીના સબ ડીવીઝનના જુનીયર ઈજનેર કે.એમ.કીશોરીએ જણાવ્યુ કે,લખતરના ઘણાદ ગામે વીજ સમસ્યાની વાત મળતા અમોએ ટીમ મોકલી તપાસ કરી હતી. જેમાં વીજ ફોલ્ટ મળ્યા બાદ રીપેરીંગ કરાતા ફરી ફોલ્ટ સર્જાયો હતો. આથી ટીસી અને કેબલ બદલવાની જરૂર જણાય તો તે પણ કાર્યવાહી કરીશુ. જેનાથી ગ્રામજનોને આ સમસ્યામાંથી મુકિત મળી શકે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0