Surendranagar: નવા 80 ફૂટના રસ્તાને બંધ કરવાની પેરવીથી રોષ
સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ તરફ આવેલા સારસ્વતનગરમાંથી નવા 80 ફુટ રોડ તરફ આવવા માટે વર્ષોથી રસ્તો છે. ત્યારે આગળની સોસાયટીના રહીશોએ આ રસ્તે માટી અને પથ્થર નાંખી દીવાલ ચણી નાંખવાની પેરવી કરાતા વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરાઈ છે.સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફુટ રોડ પર છેલ્લા 2-3 દાયકામાં અનેક નવી સોસાયટીઓ બની છે. વર્ષોથી સારસ્વતનગર-1 અને સારસ્વતનગર-2 માં જવા માટે કોમન રોડ હતો. જે આ બન્ને સોસાયટીઓ ઉપરાંત પાછળ આવેલ એસ.ટી. નગરના લોકોને પણ અનુકુળ હતો. પરંતુ સારસ્વતનગર-1 અને 2 ના રહીશોને કોમન પ્લોટ બાબતે અગાઉ વિવાદ થયો હતો. જેમાં હાલ આ રસ્તા પર સોમવારે રાત્રે માટી અને પથ્થરો નાંખી આ રસ્તે દીવાલ ચણવાની પેરવી કરાઈ રહી છે. આથી અમૃતભાઈ મકવાણા સહિતનાઓએ મંગળવારે વઢવાણ સેવા સદન ખાતે મામલતદારને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ અગાઉ સુરેન્દ્રનગર નગરપાલિકા અને કલેકટર કચેરીમાં પણ રજૂઆતો કરાઈ હતી. પરંતુ સ્થાનિકોની રજૂઆત જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાઈ હોય તેમ આજ દિન સુધીમાં કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે હવે જયારે આ રસ્તે દીવાલ બનાવવાનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે તાત્કાલિક આ દીવાલ બનતી રોકવા માંગ કરાઈ છે. જો આ રસ્તે દીવાલ બને તો 100થી વધુ પરિવારોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડે તેવી ભીતિ પણ રજૂઆતમાં વ્યકત કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ તરફ આવેલા સારસ્વતનગરમાંથી નવા 80 ફુટ રોડ તરફ આવવા માટે વર્ષોથી રસ્તો છે. ત્યારે આગળની સોસાયટીના રહીશોએ આ રસ્તે માટી અને પથ્થર નાંખી દીવાલ ચણી નાંખવાની પેરવી કરાતા વઢવાણ મામલતદારને લેખીત રજુઆત કરાઈ છે.
સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફુટ રોડ પર છેલ્લા 2-3 દાયકામાં અનેક નવી સોસાયટીઓ બની છે. વર્ષોથી સારસ્વતનગર-1 અને સારસ્વતનગર-2 માં જવા માટે કોમન રોડ હતો. જે આ બન્ને સોસાયટીઓ ઉપરાંત પાછળ આવેલ એસ.ટી. નગરના લોકોને પણ અનુકુળ હતો. પરંતુ સારસ્વતનગર-1 અને 2 ના રહીશોને કોમન પ્લોટ બાબતે અગાઉ વિવાદ થયો હતો. જેમાં હાલ આ રસ્તા પર સોમવારે રાત્રે માટી અને પથ્થરો નાંખી આ રસ્તે દીવાલ ચણવાની પેરવી કરાઈ રહી છે. આથી અમૃતભાઈ મકવાણા સહિતનાઓએ મંગળવારે વઢવાણ સેવા સદન ખાતે મામલતદારને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ અગાઉ સુરેન્દ્રનગર નગરપાલિકા અને કલેકટર કચેરીમાં પણ રજૂઆતો કરાઈ હતી. પરંતુ સ્થાનિકોની રજૂઆત જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાઈ હોય તેમ આજ દિન સુધીમાં કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે હવે જયારે આ રસ્તે દીવાલ બનાવવાનું આયોજન થઈ રહ્યુ છે ત્યારે તાત્કાલિક આ દીવાલ બનતી રોકવા માંગ કરાઈ છે. જો આ રસ્તે દીવાલ બને તો 100થી વધુ પરિવારોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલી પડે તેવી ભીતિ પણ રજૂઆતમાં વ્યકત કરાઈ છે.