Surendranagar: નજીવી વાતમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

Oct 15, 2025 - 01:30
Surendranagar: નજીવી વાતમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઈવાર આ બનાવો હત્યામાં પરીણમતા હોય છે. ધ્રાંગધ્રા શહેરમાં પણ તા. 13મીના રોજ અપશબ્દો બોલવા જેવી સામાન્ય બાબતે યુવાન પર છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. આ બનાવમાં યુવાન અને તેની બહેનો સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીને હાલ હસ્તગત કરી વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા શહેરના હરિપર રોડ પર આવેલ મોચીવાડમાં 28 વર્ષીય અવેશ સલીમભાઈ મોવર રહે છે. ગત તા. 13-10ના રોજ બપોરે તેઓ તેમના ઘરે હતા. ત્યારે તેમના મિત્ર ધોળીધારમાં રહેતા રાજ મનીશભાઈનો ફોન આવ્યો હતો. રાજના ઘરે મોચીવાડમાં અવેશની બાજુમાં રહેતો આરીફ રસુલભાઈ સધવાણી ગયો હતો. અને અપશબ્દો કહી તારો નાનો ભાઈ ઉર્વીશ કયાં છે, તેને કોઈ છોકરી સાથે લફરૂ છે અને તેમાં આરીફનું નામ આવ્યુ હોવાનું કહી રાજ અને ઉર્વીશને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આથી અવેશે ફોનમાં આરીફને ત્યાં મગજમારી ન કરવાનું કહેતા આરીફે અપશબ્દો બોલીને ફોન કાપી નાંખ્યો હતો. આથી અવેશ અને તેનો મોટોભાઈ 30 વર્ષીય શાહરૂખ સલીમભાઈ મોવર એકટીવા સ્કુટર લઈને ત્યાં જતા આરીફ હનુમાનજી મંદિરના ઓટા પર બેઠો હતો. જયાં અવેશે આરીફને ફોનમાં કેમ અપશબ્દો બોલતો હતો. તેમ કહેતા આરીફ ફરી અપશબ્દો બોલવા લાગતા શાહરૂખે સંભાળીને બોલ તેમ કહેતા આરીફ ઉશ્કેરાયો હતો. આ દરમિયાન રાજ પણ ત્યાં આવી ગયો હતો. આ સમયે આરીફની બહેનો નઝમા અને મરજીના હાથમાં છરી લઈને આવી હતી. અને આ છરી આરીફે લઈને શાહરૂખ પર હુમલો કર્યો હતો. જેમાં રાજ અને અવેશ વચ્ચે પડતા બન્ને બહેનોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. શાહરૂખને આડેધડ છરીના ઘા વાગતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ જવાતા ફરજ પરના ડોકટર્સએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની અવેશ સલીમભાઈ મોવરે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે આરીફ રસુલભાઈ સધવાણી, તેની બહેનો નઝમા રસુલભાઈ સધવાણી અને મરજીના રસુલભાઈ સધવાણી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમ.યુ.મશી સહીતની ટીમે બે મહિલા સહિત ત્રણેય આરોપીઓને હસ્તગત કરી લીધા છે અને હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0