Surendranagar: ઝાલાવાડના છ પોલીસ કર્મીનું અન્ય જિલ્લામાં PSI તરીકે પોસ્ટિંગ
રાજય પોલીસ વિભાગ દ્વારા ASI તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ગત ઓગસ્ટમાં મોડ-3ની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ ગત નવેમ્બરમાં જાહેર થયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 20 ASI પરીક્ષા ખાતાકીય પાસ કરીને PSI બન્યા છે. ત્યારે હાલ તેમાંથી 4 કર્મીઓને અન્ય જિલ્લામાં PSI તરીકે પોસ્ટીંગ અપાયુ છે.રાજયના પોલીસ બેડામાં ASI તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ફીઝીકલ અને લેખીત પરીક્ષા પાસ કરી ફોજદાર બનવા માટેની મોડ-3 પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જેમાં ગત જુલાઈમાં ફીઝીકલ પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ ઓગસ્ટમાં લેખીત પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. પરીક્ષા માટે રાજયભરમાંથી નોંધાયેલા 1350 પોલીસ કર્મીઓમાંથી 1308એ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરીણામ ગત ઓગસ્ટમાં જાહેર થયુ હતુ. જેમાં જિલ્લાના 60 પરીક્ષાર્થીમાંથી 20 એએસઆઈ પાસ થઈને પીએસઆઈ બન્યા છે. ત્યારે ગત તા. 30મીએ મોડી સાંજે રાજય પોલીસ વિભાગ દ્વારા 201 હથિયારધારી, 39 બિન હથિયારધારી નવા પીએસઆઈને પોસ્ટીંગ આપ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 6 કર્મીનો સમાવેશ થાય છે. જિલ્લાના હરદેવસીંહ નરેન્દ્રસીંહ ઝાલા અને વિનુભાઈ મેણસીભાઈ ડેરને સુરત શહેર, માલાભાઈ મેરાભાઈ ગમારાને અમરેલી અને અમૃતભાઈ રઘુભાઈ રબારીને વડોદરા શહેર, રામદેવસીંહ ઘનશ્યામસીંહ ઝાલાને દાહોદ, પુષ્પરાજ મુકેશભાઈ ધાધલને અમદાવાદમાં મુકાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બે PSIને પોસ્ટીંગ મળ્યા છે. જેમાં ખેડાના જયેશભાઈ એમ. પટેલ અને વડોદરા ગ્રામ્યના જયરાજભાઈ છગનભાઈ દેસાઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટીંગ અપાયુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજય પોલીસ વિભાગ દ્વારા ASI તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે ગત ઓગસ્ટમાં મોડ-3ની લેખિત પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ ગત નવેમ્બરમાં જાહેર થયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 20 ASI પરીક્ષા ખાતાકીય પાસ કરીને PSI બન્યા છે. ત્યારે હાલ તેમાંથી 4 કર્મીઓને અન્ય જિલ્લામાં PSI તરીકે પોસ્ટીંગ અપાયુ છે.
રાજયના પોલીસ બેડામાં ASI તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ફીઝીકલ અને લેખીત પરીક્ષા પાસ કરી ફોજદાર બનવા માટેની મોડ-3 પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જેમાં ગત જુલાઈમાં ફીઝીકલ પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ ઓગસ્ટમાં લેખીત પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. પરીક્ષા માટે રાજયભરમાંથી નોંધાયેલા 1350 પોલીસ કર્મીઓમાંથી 1308એ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરીણામ ગત ઓગસ્ટમાં જાહેર થયુ હતુ. જેમાં જિલ્લાના 60 પરીક્ષાર્થીમાંથી 20 એએસઆઈ પાસ થઈને પીએસઆઈ બન્યા છે. ત્યારે ગત તા. 30મીએ મોડી સાંજે રાજય પોલીસ વિભાગ દ્વારા 201 હથિયારધારી, 39 બિન હથિયારધારી નવા પીએસઆઈને પોસ્ટીંગ આપ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 6 કર્મીનો સમાવેશ થાય છે. જિલ્લાના હરદેવસીંહ નરેન્દ્રસીંહ ઝાલા અને વિનુભાઈ મેણસીભાઈ ડેરને સુરત શહેર, માલાભાઈ મેરાભાઈ ગમારાને અમરેલી અને અમૃતભાઈ રઘુભાઈ રબારીને વડોદરા શહેર, રામદેવસીંહ ઘનશ્યામસીંહ ઝાલાને દાહોદ, પુષ્પરાજ મુકેશભાઈ ધાધલને અમદાવાદમાં મુકાયા છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બે PSIને પોસ્ટીંગ મળ્યા છે. જેમાં ખેડાના જયેશભાઈ એમ. પટેલ અને વડોદરા ગ્રામ્યના જયરાજભાઈ છગનભાઈ દેસાઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટીંગ અપાયુ છે.