Surendranagar: ચેક રિટર્નના 3 કેસમાં ધોળકાના બિલ્ડરને 1 વર્ષની સજા ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલામાં રહેતા અને ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરતા વેપારીને ધોળકાના શખ્સે મંગાવેલ માલ પેટે અલગ-અલગ 3 ચેક આપ્યા હતા. આ ત્રણેય ચેક રીટર્ન થતા સાયલા કોર્ટમાં કેસ કરાયા હતા. જેમાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 1 વર્ષની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.
સાયલાના લાખાવાડ ગામે રહેતા કનુભાઈ ભુપતભાઈ ખવડ ગ્રીટ, કપચી વગેરે મટીરીયલ્સ ટ્રાન્સપોર્ટ દ્વારા સપ્લાય કરવાનો ધંધો કરેછે. તેઓ અમદાવાદ જિલ્લાના ધોળકાની શિવશકિત સોસાયટીમાં રહેતા હરદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના સંપર્કમાં તેમના ડ્રાઈવર થકી આવ્યા હતા. હરદેવસિંહ બાંધકામનો વ્યવસાય કરતા હોઈ તેઓ ગ્રીટ, કપચી કનુભાઈ દ્વારા મંગાવતા હતા. અને કનુભાઈ ઓર્ડર મુજબ માલ મોકલી આપતા હતા.
જેમાં જુન-2020માં બાકી લેણા 5,72,210 પેટે 10-09-20ના રોજ રૂપીયા 5 લાખ, જુલાઈ માસના બાકી લેણા રૂપીયા 8,22,232 સામે તા. 20-9ના રોજ રૂપીયા 8 લાખ અને ઓગસ્ટ-2020ના બાકી લેણા રૂપીયા 8,69,990ની સામે રૂપીયા 8 લાખનો તા. 3-10-20ના રોજ ચેક આપ્યો હતો. આ ત્રણેય ચેક કનુભાઈએ બેંકમાં ભરતા રીટર્ન થયા હતા. જેમાં કનુભાઈએ વકીલ જે.બી.સીંધવ મારફત સાયલા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
જેમાં લેખીત અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ જે.વી.ચૌહાણે હરદેવસિંહ ગોહીલને 3 કેસમાં 1-1 વર્ષની સજા અને ચેકની રકમનો દંડ કર્યો છે. આ દંડની રકમ ફરિયાદીને 30 દિવસમાં ચુકવવા પણ હુકમ કરાયો છે.
What's Your Reaction?






