Surendranagar: ખાડામાં કાર ખાબકી, 4 વ્યક્તિનાં મોત, 2ને ઈજા

Oct 2, 2025 - 05:30
Surendranagar: ખાડામાં કાર ખાબકી, 4 વ્યક્તિનાં મોત, 2ને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે અકસ્માતના વીવીધ 3 બનાવો સામે આવ્યા છે. જેમાં હળવદના દાધોળીયાથી ધ્રાંગધ્રા જતી કાર મુળી તાલુકાના ચીત્રોડી પાસે બનતા પુલના ડાયવર્ઝનના ખાડામાં પડતા બે મહિલા અને 1 પુરૂષનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે વધુ એક મહિલાએ સારવાર દરમિયાન દમ તોડયો હતો. બીજી તરફ ચોટીલા અને દસાડા પંથકમાં પણ અકસ્માતમાં 2 વ્યકિતઓએ જીવ ગુમાવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે યમરાજાએ ડેરા નાંખ્યા હોય તેમ અકસ્માતના વિવિધ 3 બનાવોમાં 6 વ્યકિતઓએ જાન ગુમાવ્યા છે. જેમાં મુળી ગ્રામ્યમાં કાર ડાયવર્ઝનના પાણી ભરેલા ખાડામાં પડતા એક જ પરિવારના 4ના મોત નીપજયા છે. આ અંગે મળતી માહીતી મુજબ હળવદ તાલુકાના દાધોળીયા ગામે રહેતો એક પરિવાર દવાખાનાના કામથી તા. 30-9ના રોજ રાત્રે સ્વીફટ કાર લઈને ધ્રાંગધ્રા જતો હતો. જેમાં કાર રાજુભાઈ ગીધાભાઈ ઝેઝરીયા ચલાવતા હતા. સરા રોડ પર ચીત્રોડી ગામ પાસે બનતા પુલના કામ સબબ અપાયેલા ડાયવર્ઝનમાં પાણી ભરાયેલા ખાડામાં કાર પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં કારમાં સવાર 3 મહિલા અને 3 પુરૂષ સહિત 6 વ્યકતીઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં 45 વર્ષીય બબુબેન છનાભાઈ ઝેઝરીયા, 30 વર્ષીય ભાનુબેન રમેશભાઈ ઝેઝરીયા અને 45 વર્ષીય ચોથાભાઈ બીજલભાઈ ઝેઝરીયાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જયારે ઈજાગ્રસ્તો 40 વર્ષીય ભાવનાબેન હમીરભાઈ ઝેઝરીયા, 32 વર્ષીય રાજુભાઈ ગીધાભાઈ જેઝરીયા અને 41 વર્ષીય હમીરભાઈ જેઠાભાઈ ઝેઝરીયાને પ્રથમ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં ભાવનાબેન હમીરભાઈ ઝેઝરીયાનું મોત થયુ હતે. જયારે ર ઈજાગ્રસ્તો રાજુભાઈ ગીધાભાઈ ઝેઝરીયા અને હમીરભાઈ જેઠાભાઈ જેઝરીયાને વધુ સારવાર માટે ત્યાંથી સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની જાણ થતા મુળી પીઆઈ પી.બી.લક્કડ સહિતની ટીમે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્તોના નીવેદનને આધારે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0