Surendranagar News: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સીમાંકનને લઈ વિવાદ, આ 10 ગામડાઓને કરાશે બાકાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ગામોને ભેળવવાને લઈ વિવાદ ગ્રામ્ય વિસ્તારના લોકોનો પણ મહાનગરપાલિકામાં ભળવા સામે વિરોધ 10 ગામડાઓને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજુબાજુના 10 ગામડાઓને ભેળવવાને લઈ વિવાદ થયો હતો. આ ગામોમાં મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ,ખમીસણા, વાઘેલા, કોઠારીયા, નાના કેરાળા અને શેખપરનો સમાવેશ થતો હતો. આ નિર્ણય બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોએ મહાનગરપાલિકામાં ભળવાને લઈને ઉગ્ર વિરોધ કરતા આ તમામ ગામડાઓ ને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા છે. આ ગામડાઓ મહાનગરપાલિકા બાકાત કરાશે બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઇ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત થતા જ મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા સહિત 10 ગામોને નવા સીમાંકન મુજબ હાનગર પાલિકામાં ભેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ એકતરફ ગ્રામ્ય વિસ્તારના લોકોનો પણ મહાનગરપાલિકામાં ભળવા સામે વિરોધ હતો. બીજી તરફ આ તમામ ગામડાઓ નું અંતર 2 કીમી થી 9 કીમી સુધીના થાય છે અને શહેરથી 9 કીલોમીટર દુર સુવિધાઓ પહોંચતી કરવી પણ સમસ્યા હતી. આ કારણોસર બે કે ત્રણ દિવસમાં તમામ ગામડાઓને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા છે. બજેટમાં મહાનગર પાલિકાનો દરજ્જો અપાયો આ બજેટમાં નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે. રોડ,રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો પણ વિકાસ થશે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે. જમીન મકાનોના ભાવ વધશે. અને લોકોને વધુ સુવિધા મળશે.

Surendranagar News: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સીમાંકનને લઈ વિવાદ, આ 10 ગામડાઓને કરાશે બાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ગામોને ભેળવવાને લઈ વિવાદ
  • ગ્રામ્ય વિસ્તારના લોકોનો પણ મહાનગરપાલિકામાં ભળવા સામે વિરોધ
  • 10 ગામડાઓને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજુબાજુના 10 ગામડાઓને ભેળવવાને લઈ વિવાદ થયો હતો. આ ગામોમાં મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ,ખમીસણા, વાઘેલા, કોઠારીયા, નાના કેરાળા અને શેખપરનો સમાવેશ થતો હતો. આ નિર્ણય બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોએ મહાનગરપાલિકામાં ભળવાને લઈને ઉગ્ર વિરોધ કરતા આ તમામ ગામડાઓ ને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા છે.

આ ગામડાઓ મહાનગરપાલિકા બાકાત કરાશે

બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઇ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત થતા જ મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા સહિત 10 ગામોને નવા સીમાંકન મુજબ હાનગર પાલિકામાં ભેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ એકતરફ ગ્રામ્ય વિસ્તારના લોકોનો પણ મહાનગરપાલિકામાં ભળવા સામે વિરોધ હતો. બીજી તરફ આ તમામ ગામડાઓ નું અંતર 2 કીમી થી 9 કીમી સુધીના થાય છે અને શહેરથી 9 કીલોમીટર દુર સુવિધાઓ પહોંચતી કરવી પણ સમસ્યા હતી. આ કારણોસર બે કે ત્રણ દિવસમાં તમામ ગામડાઓને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા છે.

બજેટમાં મહાનગર પાલિકાનો દરજ્જો અપાયો

આ બજેટમાં નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે. રોડ,રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો પણ વિકાસ થશે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે. જમીન મકાનોના ભાવ વધશે. અને લોકોને વધુ સુવિધા મળશે.