Surendranagar: 293 સાંથણી ધારકોને જમીન ફાળવવા તંત્રની કાર્યવાહી
ચોટીલા તાલુકામાં સરકારી જમીન હોવા છતાય વર્ષોથી સાંથણીની જમીન ફાળવાતી નહોતી ત્યારે નવનિયુક્ત કલેકટર,ડેપ્યુટી કલેકટર દ્વારા 18 ટીમો બનાવી 293 લોકોને ખેતીલાયક સાંથણીની જમીન મળે એ માટે માપણી શહિતની કામગીરી શરુ કરાતા લોકોને આશાનું કિરણ બંધાયું છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર અલગ અલગ જગ્યાના 293 લોકોને સરકાર દ્વારા સાંથણીની જમીન ફાળવાયાના હુકમો કરાયા હતા.પરંતુ ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોવા છતાય અત્યાર સુધી જમીન ફળવાતી નહોતી. પરંતુ નવ નિયુક્ત જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલા તાલુકામાં પડતર જમીન માપણી કરવા માટે 3 મામલતદાર સહિત સ્ટાફ્ની 10 ટીમ અને ડીઆઈએલઆરના 8 સર્વેયરની ટીમો બનાવી અલગ અલગ 80 સર્વે નંબરોમાં 984 એકર જમીનની માપણી શરુ કરી દેવાઈ છે. આમ જમીનના ભાવ આસમાને જતા રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને લાખોની કિમતની ખેતીલાયક જમીન ફાળવવા માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા કાર્યવાહી શરુ કરાવતા સાંથણી ધારકોને જમીન મળશે. એવું આશાનું કિરણ બંધાયું છે. દેર છે પણ અંધેર નથી સાર્થક કરી બતાવ્યું વર્ષોથી જમીન માટે તળપતા લોકોને નવનિયુક્ત કલેકટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા સાંથણીના હુકમ કરાયેલી જમીન સ્થળ ઉપર માપણી કરી જમીન આપવા માટેની કાર્યવાહી શરુ કરાતા આ અધિકારીઓ દેર છે પણ અંધેર નથી એ સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે. બધાને જમીન મળી જાય એવા પ્રયત્નો છે : ડેપ્યુ. કલેક્ટર ચોટીલા ડેપ્યુટી ક્લેકટર એચ. ટી. મકવાણાએ જણાવેલ કે 293 લાભાર્થીઓને સાંથણીમાં મળેલી જમીન ફળવવાની બાકી હોવાથી કલેકટરના માર્ગદર્શન હેઠળ ખેતીલાયક જમીન ફાળવી દેવા 18 ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી દીધી છે અને બધા લાભાર્થીઓને જમીન મળે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોટીલા તાલુકામાં સરકારી જમીન હોવા છતાય વર્ષોથી સાંથણીની જમીન ફાળવાતી નહોતી ત્યારે નવનિયુક્ત કલેકટર,ડેપ્યુટી કલેકટર દ્વારા 18 ટીમો બનાવી 293 લોકોને ખેતીલાયક સાંથણીની જમીન મળે એ માટે માપણી શહિતની કામગીરી શરુ કરાતા લોકોને આશાનું કિરણ બંધાયું છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર અલગ અલગ જગ્યાના 293 લોકોને સરકાર દ્વારા સાંથણીની જમીન ફાળવાયાના હુકમો કરાયા હતા.પરંતુ ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોવા છતાય અત્યાર સુધી જમીન ફળવાતી નહોતી. પરંતુ નવ નિયુક્ત જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલા તાલુકામાં પડતર જમીન માપણી કરવા માટે 3 મામલતદાર સહિત સ્ટાફ્ની 10 ટીમ અને ડીઆઈએલઆરના 8 સર્વેયરની ટીમો બનાવી અલગ અલગ 80 સર્વે નંબરોમાં 984 એકર જમીનની માપણી શરુ કરી દેવાઈ છે. આમ જમીનના ભાવ આસમાને જતા રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને લાખોની કિમતની ખેતીલાયક જમીન ફાળવવા માટે જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા કાર્યવાહી શરુ કરાવતા સાંથણી ધારકોને જમીન મળશે. એવું આશાનું કિરણ બંધાયું છે.
દેર છે પણ અંધેર નથી સાર્થક કરી બતાવ્યું
વર્ષોથી જમીન માટે તળપતા લોકોને નવનિયુક્ત કલેકટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા સાંથણીના હુકમ કરાયેલી જમીન સ્થળ ઉપર માપણી કરી જમીન આપવા માટેની કાર્યવાહી શરુ કરાતા આ અધિકારીઓ દેર છે પણ અંધેર નથી એ સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે.
બધાને જમીન મળી જાય એવા પ્રયત્નો છે : ડેપ્યુ. કલેક્ટર
ચોટીલા ડેપ્યુટી ક્લેકટર એચ. ટી. મકવાણાએ જણાવેલ કે 293 લાભાર્થીઓને સાંથણીમાં મળેલી જમીન ફળવવાની બાકી હોવાથી કલેકટરના માર્ગદર્શન હેઠળ ખેતીલાયક જમીન ફાળવી દેવા 18 ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી દીધી છે અને બધા લાભાર્થીઓને જમીન મળે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે.