Surendranagar: સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીથી સરકારી તિજોરીમાં ધનવર્ષા
સુરેન્દ્રનગર જિલ્લામાં નવી જંત્રીના અમલ બાદ પણ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની ભરમાર લાગી છે. જેમાં વર્ષ 2023માં 39,496 દસ્તાવેજો થકી તંત્રને રૂ. 1.43 અબજથી વધુની આવક થઈ હતી. ત્યારે વર્ષ 2024માં તો તેનાથી વધુ દસ્તાવેજો થતા રેકોર્ડ બ્રેક આવક થઈ છે. વર્ષ 2024માં જિલ્લાની કુલ 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 39,850 દસ્તાવેજો થયા હતા. જેમાં સ્ટેમ્પ ડયુટી અને નોંધણીની આવક 1.75 અબજને પાર થઈ ગઈ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. જેમાં વઢવાણ સિવાયના 9 તાલુકામાં 9 અને વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બે સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. સરકારે વર્ષ 2023ની શરૂઆતમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સુધારા જાહેર કર્યા હતા અને તા. 5મી ફેબ્રુઆરી 2023થી જંત્રીનો ભાવ બમણો કરી દીધો હતો. આ વાતથી સમગ્ર રાજયમાં વિરોધનો સુર ઉઠતા સરકારે નમતુ જોખ્યુ હતુ. અને તા. 14મી એપ્રીલ સુધી જુના જંત્રીના ભાવે દસ્તાવેજ થઈ શકશે તેવુ જાહેર કર્યુ હતુ. આ ઉપરાંત તા. 14મી એપ્રીલ, 2023 પહેલા સ્ટેમ્પ લઈ લીધો હોય તેઓ પણ જુના જંત્રીના ભાવે દસ્તાવેજ કરી શકે તેમ હતા. ત્યારબાદ ડબલ જંત્રીના ભાવે દસ્તાવેજ થતા જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓની સરકારી તીજોરીઓ છલકાઈ હતી અને વર્ષ 2023માં જિલ્લાની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 39,496 દસ્તાવેજ નોંધાયા છે. જેમાં નોંધણી ફીની 19,16,52,170 રૂપિયા અને સ્ટેમ્પ ડયુટીની 1,24,81,58,067 રૂપિયા આવક મળી કુલ રૂ. 1.43 અબજથી વધુ આવક તંત્રને થઈ હતી. ત્યારે વર્ષ 2024માં તો વર્ષ 2023ના પણ રેકોર્ડ તુટયા છે. વર્ષ 2024માં જિલ્લામાં કુલ 39,850 દસ્તાવેજો થયા છે. જે ગત વર્ષ 2023 કરતા 354 દસ્તાવેજ વધુ હતા. જયારે વધુ દસ્તાવેજની સાથે સાથે વર્ષ 2024માં તંત્રની આવક પણ વધી છે. વર્ષ 2024માં નોંધણી ફીના રૂપિયા 23,64,43,500 અને સ્ટેમ્પ ડયુટીના રૂ. 1,51,45,98,167 મળી કુલ રૂ. 1,75,10,41,667ની આવક સુરેન્દ્રનગરની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓને થઈ છે. આથી કહી શકાય કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભારે તેજી આવી છે. ગત 4 વર્ષોના દસ્તાવેજોની સંખ્યા અને આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સમય બાદથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી આવી છે. અને સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો માટે ટોકન પણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2021માં જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા હતા. જેમાં તંત્રને રૂ. 65,03,45,866ની આવક થઈ હતી. જયારે વર્ષ 2022માં 30,700 દસ્તાવેજો થયા હતા. જેમાં જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓને રૂ. 86,18,54,005ની આવક થઈ હતી. જયારે વર્ષ 2023માં 39,496 દસ્તાવેજ અને આવક રૂ. 1,43,98,10,237 હતી. જયારે વર્ષ 2024માં અગાઉના વર્ષોના તમામ રેકોર્ડ આવકે તોડયા છે. વર્ષ 2024માં 39,850 દસ્તાવેજની સામે કુલ આવક રૂ. 1,75,10,41,667ની થઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં નવી જંત્રીના અમલ બાદ પણ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની ભરમાર લાગી છે. જેમાં વર્ષ 2023માં 39,496 દસ્તાવેજો થકી તંત્રને રૂ. 1.43 અબજથી વધુની આવક થઈ હતી. ત્યારે વર્ષ 2024માં તો તેનાથી વધુ દસ્તાવેજો થતા રેકોર્ડ બ્રેક આવક થઈ છે. વર્ષ 2024માં જિલ્લાની કુલ 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 39,850 દસ્તાવેજો થયા હતા. જેમાં સ્ટેમ્પ ડયુટી અને નોંધણીની આવક 1.75 અબજને પાર થઈ ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. જેમાં વઢવાણ સિવાયના 9 તાલુકામાં 9 અને વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બે સબ રજીસ્ટ્રાર કચેરીઓ આવેલી છે. સરકારે વર્ષ 2023ની શરૂઆતમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સુધારા જાહેર કર્યા હતા અને તા. 5મી ફેબ્રુઆરી 2023થી જંત્રીનો ભાવ બમણો કરી દીધો હતો. આ વાતથી સમગ્ર રાજયમાં વિરોધનો સુર ઉઠતા સરકારે નમતુ જોખ્યુ હતુ. અને તા. 14મી એપ્રીલ સુધી જુના જંત્રીના ભાવે દસ્તાવેજ થઈ શકશે તેવુ જાહેર કર્યુ હતુ. આ ઉપરાંત તા. 14મી એપ્રીલ, 2023 પહેલા સ્ટેમ્પ લઈ લીધો હોય તેઓ પણ જુના જંત્રીના ભાવે દસ્તાવેજ કરી શકે તેમ હતા.
ત્યારબાદ ડબલ જંત્રીના ભાવે દસ્તાવેજ થતા જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓની સરકારી તીજોરીઓ છલકાઈ હતી અને વર્ષ 2023માં જિલ્લાની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 39,496 દસ્તાવેજ નોંધાયા છે. જેમાં નોંધણી ફીની 19,16,52,170 રૂપિયા અને સ્ટેમ્પ ડયુટીની 1,24,81,58,067 રૂપિયા આવક મળી કુલ રૂ. 1.43 અબજથી વધુ આવક તંત્રને થઈ હતી. ત્યારે વર્ષ 2024માં તો વર્ષ 2023ના પણ રેકોર્ડ તુટયા છે. વર્ષ 2024માં જિલ્લામાં કુલ 39,850 દસ્તાવેજો થયા છે. જે ગત વર્ષ 2023 કરતા 354 દસ્તાવેજ વધુ હતા. જયારે વધુ દસ્તાવેજની સાથે સાથે વર્ષ 2024માં તંત્રની આવક પણ વધી છે. વર્ષ 2024માં નોંધણી ફીના રૂપિયા 23,64,43,500 અને સ્ટેમ્પ ડયુટીના રૂ. 1,51,45,98,167 મળી કુલ રૂ. 1,75,10,41,667ની આવક સુરેન્દ્રનગરની 11 સબ રજીસ્ટ્રાર કચેરીઓને થઈ છે. આથી કહી શકાય કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભારે તેજી આવી છે.
ગત 4 વર્ષોના દસ્તાવેજોની સંખ્યા અને આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સમય બાદથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી આવી છે. અને સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો માટે ટોકન પણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2021માં જિલ્લામાં 30,185 દસ્તાવેજો થયા હતા. જેમાં તંત્રને રૂ. 65,03,45,866ની આવક થઈ હતી. જયારે વર્ષ 2022માં 30,700 દસ્તાવેજો થયા હતા. જેમાં જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓને રૂ. 86,18,54,005ની આવક થઈ હતી. જયારે વર્ષ 2023માં 39,496 દસ્તાવેજ અને આવક રૂ. 1,43,98,10,237 હતી. જયારે વર્ષ 2024માં અગાઉના વર્ષોના તમામ રેકોર્ડ આવકે તોડયા છે. વર્ષ 2024માં 39,850 દસ્તાવેજની સામે કુલ આવક રૂ. 1,75,10,41,667ની થઈ છે.