Surendranagar : સુરેન્દ્રનગરના વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયા

Nov 8, 2026 - 04:00
Surendranagar : સુરેન્દ્રનગરના વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં રહેતા અને જનરલ સ્ટોર ચલાવતા વેપારીએ તેમની જ સોસાયટીમાં રહેતા શખ્સ પાસેથી રૂપીયા ર લાખ વ્યાજે લીધા હતા. જેમાં છેલ્લા ર માસથી વ્યાજ ચુકવી ન શકતા આરોપી દુકાને આવી ધમકી આપતો હોવાની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડયો છે. સુરેન્દ્રનગરના જુના નારીકેન્દ્ર રોડ પર આવેલ રાજીવ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય હરેશભાઈ ભીખાભાઈ કુકડીયા ચામુંડા જનરલ સ્ટોર ચલાવે છે. વર્ષ 2019માં તેઓએ ધંધાના કામ માટે મકાનની બાજુમાં જ રહેતા પ્રદ્યુમનસિંહ માલુભા પલાણીયા પાસેથી રૂપીયા 50 હજાર માસીક 3 ટકાના વ્યાજે લીધા હતા. ત્યારબાદ 6 માસ પછી વધુ પૈસાની જરૂર પડતા હરેશભાઈએ વધુ રૂપીયા 1 લાખ લીધા હતા. અને રૂપીયા 1.50 લાખનું વ્યાજ ચુકવતા હતા. જયારે 8 માસ બાદ વધુ જરૂર પડતા તેઓએ રૂપીયા 50 હજાર વ્યાજે લીધા હતા. આમ કુલ રૂપીયા ર લાખનું માસીક 3 ટકા લેખે 6 હજાર વ્યાજ ભરતા હતા. છેલ્લા ર માસથી હરેશભાઈ વ્યાજના ચક્કરમાં ફસાતા વ્યાજ આપવાનું બંધ કરી દીધુ હતુ. આથી પ્રદ્યુમનસિંહ હરેશભાઈને દુકાને જઈ વ્યાજની ઉઘરાણી કરી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતો હતો.આ અંગે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે હરેશભાઈ કુકડીયાએ આરોપી પ્રદ્યુમનસિંહ પલાણીયા સામે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવતા પીઆઈ એચ.એચ.જાડેજાના માર્ગદર્શનથી તપાસ અધીકારી પીએસઆઈ એમ.બી.જેબલીયા સહિતની ટીમે આરોપીને ઝડપી પાડયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0