Surendranagar: રાજકોટ હાઈવે પર ટેમ્પીના ચોરખાનામાં વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ચોટીલા, સુરેન્દ્રનગર, થાન અને ચૂડાના કોરડામાં દારૂના અડ્ડા પર દરોડાકોરડાની સીમમાં આવેલ વાડીમાંથી દારૂ અને બિયર ઝડપાયા, 2 વોન્ટેડ શંકાસ્પદ વાહન આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે વાહન ભગાવ્યુ હતુ ચોટીલા પીઆઈ આઈ.બી.વલવી સહિતની ટીમને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર સફેદ કલરની ટેમ્પીમાં દારૂ હોવાની બાતમી મળતા જાનીવડલા ગામ પાસે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ વાહન આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે વાહન ભગાવ્યુ હતુ. આથી પોલીસે પીછો કરતા થોડે દુર રસ્તાની સાઈડમાં વાહન મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે પોલીસે તપાસ કરતા ટેમ્પીમાં પાછળના ભાગે ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની 357 બોટલ, બીયરના 168, છોટા હાથી ટેમ્પી સહિત રૂ. 3,41,750નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ ફરાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત થાન પોલીસની ટીમને પેટ્રોલિંગમાં મોરથળાનો પ્રવીણ ભલાભાઈ કાણોતરા તેના ઘર પાછળ ખરાબાની જગ્યામાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની માહીતી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં પ્રવીણ કાણોતરા વિદેશી દારૂના 51 ચપલા અને મોબાઈલ મળી કુલ રૂ. 10,100ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આ દારૂ પરમેશ ઉર્ફે પ્રવીણ હકાભાઈ ઝાલા પાસેથી વેચાણ અર્થે લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી તરફ એલસીબી ટીમ ચૂડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે કોરડા ગામે રહેતો ઉદય દેવાયતભાઈ ખાચર અને વિપુલ ઉર્ફે હરપાલ મનસુખભાઈ સાકરીયા પોતાની વાડીએ તથા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પરંતુ પોલીસે વાડીના મકાનના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન નંગ 211 કિંમત રૂ. 25,850ની જપ્ત કરાઈ હતી. પોલીસે હાજર ન મળી આવનાર બન્ને આરોપીઓ સામે ચૂડા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ એસ.પી.ઝાલા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન સીંધી સોસાયટીમાં રહેતો રાજેશ ડાયાભાઈ સુરાણી તેના ઘરે વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મકાનના રૂમમાં પલંગ નીચેથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રાજેશ સુરાણીની ધરપકડ કરી પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો છે. ગુનાની વધુ તપાસ એએસઆઈ એન.ડી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

Surendranagar: રાજકોટ હાઈવે પર ટેમ્પીના ચોરખાનામાં વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોટીલા, સુરેન્દ્રનગર, થાન અને ચૂડાના કોરડામાં દારૂના અડ્ડા પર દરોડા
  • કોરડાની સીમમાં આવેલ વાડીમાંથી દારૂ અને બિયર ઝડપાયા, 2 વોન્ટેડ
  • શંકાસ્પદ વાહન આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે વાહન ભગાવ્યુ હતુ

ચોટીલા પીઆઈ આઈ.બી.વલવી સહિતની ટીમને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર સફેદ કલરની ટેમ્પીમાં દારૂ હોવાની બાતમી મળતા જાનીવડલા ગામ પાસે વોચ રખાઈ હતી.

જેમાં શંકાસ્પદ વાહન આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે વાહન ભગાવ્યુ હતુ. આથી પોલીસે પીછો કરતા થોડે દુર રસ્તાની સાઈડમાં વાહન મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે પોલીસે તપાસ કરતા ટેમ્પીમાં પાછળના ભાગે ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની 357 બોટલ, બીયરના 168, છોટા હાથી ટેમ્પી સહિત રૂ. 3,41,750નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ ફરાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત થાન પોલીસની ટીમને પેટ્રોલિંગમાં મોરથળાનો પ્રવીણ ભલાભાઈ કાણોતરા તેના ઘર પાછળ ખરાબાની જગ્યામાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની માહીતી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં પ્રવીણ કાણોતરા વિદેશી દારૂના 51 ચપલા અને મોબાઈલ મળી કુલ રૂ. 10,100ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આ દારૂ પરમેશ ઉર્ફે પ્રવીણ હકાભાઈ ઝાલા પાસેથી વેચાણ અર્થે લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે થાન પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી તરફ એલસીબી ટીમ ચૂડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે કોરડા ગામે રહેતો ઉદય દેવાયતભાઈ ખાચર અને વિપુલ ઉર્ફે હરપાલ મનસુખભાઈ સાકરીયા પોતાની વાડીએ તથા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પરંતુ પોલીસે વાડીના મકાનના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન નંગ 211 કિંમત રૂ. 25,850ની જપ્ત કરાઈ હતી. પોલીસે હાજર ન મળી આવનાર બન્ને આરોપીઓ સામે ચૂડા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પીએસઆઈ એસ.પી.ઝાલા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન સીંધી સોસાયટીમાં રહેતો રાજેશ ડાયાભાઈ સુરાણી તેના ઘરે વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મકાનના રૂમમાં પલંગ નીચેથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રાજેશ સુરાણીની ધરપકડ કરી પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો છે. ગુનાની વધુ તપાસ એએસઆઈ એન.ડી. ચુડાસમા ચલાવી રહ્યા છે.