Surat :વધારે હોશિયાર અને ભણેલા લોકો સાયબર ક્રાઈમની લાલચમાં આવે છે :સંઘવી

સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાને ડામવા અનોખી પહેલ યોજવામાં આવી હતી.સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.લોકોને સાયબર ક્રાઇમનું નાટક ભજવી જાગૃત કરવામાં આવ્યા હતા,આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ,હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતુ,હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે સાતે સાથે સાયબર આંતકને સમજવું જરૂરી છે.જે પણ લોકો વીડિયો મોકલે છે તેમણે વીડિયો તપાસી કરી ફોરવર્ડ કરવા જોઈએ.તો ઓનલાઈન લોન આપવામાં આવે છે તેમાં ઘણી વાર ફોન આવે છે કે,એક મિનીટમાં લોન આપીએ તો એક મિનીટમાં કયારેય લોન આપવામાં આવતા નથી,સૌથી વધુ સાયબર ક્રાઈમનો ભોગ ભણેલા લોકો બને છે,ગામડાના લોકો આ સાયબર ક્રાઈમનો ભોગ બનતા નથી.બીજી તરફ સિવિલ હોસ્પિટલના એક પણ ડોકટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા નથી. સાયબર ફ્રોડો બે કરોડથી વધુ લઇ ગયા : સંઘવી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતુ કે,ખોટું કર્યું નથી તો પોલીસથી ડરવાની જરૂર નથી.સાયબર ક્રાઇમ પાસે કોઈ જાદુની છડી નથી.જયારે પણ સાયબર ક્રાઈમનો ભોગ બનો તો ટોલફ્રી નંબર 1930 પર કોલ કરો,મન ફાવે ત્યારે કોલ કરશો તો નહી ચાલે,સમય મર્યાદામાં કોલ કરશો તો બચી જવાશે,આ વર્ષે 2.30 લાખ લોકોના એકાઉન્ટ સીઝ કર્યા છે.જે એકાઉન્ટને ખોલવામાં સરકારને સફળતા મળી.ફાઈનાન્સ ક્રાઇમ સાથે સોશિયલ ક્રાઇમ પણ વધ્યા છે.ન્યૂડ કોલ આવે તો ડરવાની જરૂર નથી,સમાજને પણ ખબર છે કે આવું સ્કેન્ડલ ચાલે છે.આવા કોલ કરનારને કહો એક રૂપિયો નહીં મળે.એક રૂપિયો નહીં મળે જે કરવું હોય તે કરી લે.નાગરિકોએ જાતે જાગૃત થવું પડશે. ગણેશ પંડાલને લઇ ગૃહ રાજ્યમંત્રીની પોલીસને વિનંતી હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે.ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને વિનંતી કરી હતી કે,કાર્યક્રમમાં અડધો કલાક મોડું થાય તો જોઇ લેજો,ગણેશ પંડાલમાં DJ થોડું ધીમે વગાડ જો જેથી કોઈને તકલીફ ના પડે.પોલીસ ગણેશ પંડાલમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ કરે તેવી વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનું નિવેદન સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં સી.આર,પાટીલે કહ્યું કે,લોકોની હાજરી દર્શાવે છે પોલીસ પર વિશ્વાસ છે.પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મેં આઇ હેલ્પ યુ,ત્યારે લોકોને બોર્ડ જોઈને હસું આવતું હતું,પણ આજે લોકોને પોલીસ પર વિશ્વાસ છે.ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવે એ કમનસીબી.શહેરના લોકો વધુ ભોગ બને છે.ન્યૂડ ફોટો કોઈનો આવે તો તિરિષ્કાર નહીં, મદદ કરવી જોઈએ,મદદ કરવાથી આવા કિસ્સાઓ અટકશે.સુરત પોલીસ ખુબ સારું કામ કરે છે સુરત પોલીસને અભિનંદન આપું છું.લારી ચલાવવા વાળો ક્યારે ક્રાઇમ કરતો નથી.ગણપતિના તહેવારમાં નાના લોકો કમાણી કરતા હોય છે અને રાત્રે ગણપતિ જોઈ લોકો લારી પર નાસ્તો કરવા જાય છે,તેથી લારી ચલાવવા વાળાની આર્થિક વૃદ્ધિ થતી હોય છે.

Surat :વધારે હોશિયાર અને ભણેલા લોકો સાયબર ક્રાઈમની લાલચમાં આવે છે :સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાને ડામવા અનોખી પહેલ યોજવામાં આવી હતી.સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.લોકોને સાયબર ક્રાઇમનું નાટક ભજવી જાગૃત કરવામાં આવ્યા હતા,આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ,હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતુ,હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ અપાશે સાતે સાથે સાયબર આંતકને સમજવું જરૂરી છે.જે પણ લોકો વીડિયો મોકલે છે તેમણે વીડિયો તપાસી કરી ફોરવર્ડ કરવા જોઈએ.તો ઓનલાઈન લોન આપવામાં આવે છે તેમાં ઘણી વાર ફોન આવે છે કે,એક મિનીટમાં લોન આપીએ તો એક મિનીટમાં કયારેય લોન આપવામાં આવતા નથી,સૌથી વધુ સાયબર ક્રાઈમનો ભોગ ભણેલા લોકો બને છે,ગામડાના લોકો આ સાયબર ક્રાઈમનો ભોગ બનતા નથી.બીજી તરફ સિવિલ હોસ્પિટલના એક પણ ડોકટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા નથી.

સાયબર ફ્રોડો બે કરોડથી વધુ લઇ ગયા : સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતુ કે,ખોટું કર્યું નથી તો પોલીસથી ડરવાની જરૂર નથી.સાયબર ક્રાઇમ પાસે કોઈ જાદુની છડી નથી.જયારે પણ સાયબર ક્રાઈમનો ભોગ બનો તો ટોલફ્રી નંબર 1930 પર કોલ કરો,મન ફાવે ત્યારે કોલ કરશો તો નહી ચાલે,સમય મર્યાદામાં કોલ કરશો તો બચી જવાશે,આ વર્ષે 2.30 લાખ લોકોના એકાઉન્ટ સીઝ કર્યા છે.જે એકાઉન્ટને ખોલવામાં સરકારને સફળતા મળી.ફાઈનાન્સ ક્રાઇમ સાથે સોશિયલ ક્રાઇમ પણ વધ્યા છે.ન્યૂડ કોલ આવે તો ડરવાની જરૂર નથી,સમાજને પણ ખબર છે કે આવું સ્કેન્ડલ ચાલે છે.આવા કોલ કરનારને કહો એક રૂપિયો નહીં મળે.એક રૂપિયો નહીં મળે જે કરવું હોય તે કરી લે.નાગરિકોએ જાતે જાગૃત થવું પડશે.

ગણેશ પંડાલને લઇ ગૃહ રાજ્યમંત્રીની પોલીસને વિનંતી

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે.ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને વિનંતી કરી હતી કે,કાર્યક્રમમાં અડધો કલાક મોડું થાય તો જોઇ લેજો,ગણેશ પંડાલમાં DJ થોડું ધીમે વગાડ જો જેથી કોઈને તકલીફ ના પડે.પોલીસ ગણેશ પંડાલમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ કરે તેવી વિનંતી કરી હતી.

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનું નિવેદન

સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમમાં સી.આર,પાટીલે કહ્યું કે,લોકોની હાજરી દર્શાવે છે પોલીસ પર વિશ્વાસ છે.પોલીસમાં હતો ત્યારે બોર્ડ લગાવ્યું હતું મેં આઇ હેલ્પ યુ,ત્યારે લોકોને બોર્ડ જોઈને હસું આવતું હતું,પણ આજે લોકોને પોલીસ પર વિશ્વાસ છે.ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવે એ કમનસીબી.શહેરના લોકો વધુ ભોગ બને છે.ન્યૂડ ફોટો કોઈનો આવે તો તિરિષ્કાર નહીં, મદદ કરવી જોઈએ,મદદ કરવાથી આવા કિસ્સાઓ અટકશે.સુરત પોલીસ ખુબ સારું કામ કરે છે સુરત પોલીસને અભિનંદન આપું છું.લારી ચલાવવા વાળો ક્યારે ક્રાઇમ કરતો નથી.ગણપતિના તહેવારમાં નાના લોકો કમાણી કરતા હોય છે અને રાત્રે ગણપતિ જોઈ લોકો લારી પર નાસ્તો કરવા જાય છે,તેથી લારી ચલાવવા વાળાની આર્થિક વૃદ્ધિ થતી હોય છે.