Surendranagar મહાનગર પાલિકાના નવા લોગોનું કરાયું અનાવરણ
કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આ લોગોમાં સુરેન્દ્રનગર શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોગોમાં અજરામર ટાવર, વઢવાણનો હવામહેલ, મહાવીર સ્વામીના પગલાં, વડવાળા મંદિરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આ લોગો બનાવવા માટે શહેરના લોકો પાસેથી ડિઝાઈન્સ પણ મંગાવવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ યોજનાઓના સફળ અમલીકરણના કારણે જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય અને અધિકારી રહ્યાં હાજર આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સર્વે વર્ષાબેન દોશી, ધનરાજભાઈ કેલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી દેવાંગભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, એસ.કે.કટારા, પ્રાંત અધિકારીશ્રી સર્વેશ્રી નિકુંજ ધુળા, મિલન રાવ, હરેશ મકવાણા, કુલદીપ દેસાઈ, હર્ષદીપ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.
![Surendranagar મહાનગર પાલિકાના નવા લોગોનું કરાયું અનાવરણ](https://epapercdn.sandesh.com/images/2025/02/07/xSY1X4ML8Hyc2OrwWb0jGvYQxnmVZQrm30QdJb0g.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના આ લોગોમાં સુરેન્દ્રનગર શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોગોમાં અજરામર ટાવર, વઢવાણનો હવામહેલ, મહાવીર સ્વામીના પગલાં, વડવાળા મંદિરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આ લોગો બનાવવા માટે શહેરના લોકો પાસેથી ડિઝાઈન્સ પણ મંગાવવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ યોજનાઓના સફળ અમલીકરણના કારણે જિલ્લાના વિકાસને નવી દિશા અને વેગ મળ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય અને અધિકારી રહ્યાં હાજર
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સર્વે વર્ષાબેન દોશી, ધનરાજભાઈ કેલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી દેવાંગભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, એસ.કે.કટારા, પ્રાંત અધિકારીશ્રી સર્વેશ્રી નિકુંજ ધુળા, મિલન રાવ, હરેશ મકવાણા, કુલદીપ દેસાઈ, હર્ષદીપ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.