Surendranagar: પોલીસ પર હુમલા કેસના આરોપીએ અગાઉ બુલેટની લૂંટ ચલાવી હતી

Feb 5, 2025 - 01:30
Surendranagar: પોલીસ પર હુમલા કેસના આરોપીએ અગાઉ બુલેટની લૂંટ ચલાવી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રતનપરની દેવનંદન સોસાયટી સામે રહેતા યુવાનની બુલેટની એક જુના મિત્રે માંગણી કરી હતી. જેમાં તેણે બુલેટ આપવાની ના પાડી હતી. ત્યારે ગત તા. 27-1ના રોજ બપોરના સમયે સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ પરથી છરી બતાવી એક શખ્સે બુલેટની લૂંટ ચલાવ્યાની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

રતનપરમાં તા. 30-1ના રોજ સગાઈના પ્રસંગે આવેલા મહેમાનોની કારમાં તોડફોડ કર્યાની 23 સામે ફરિયાદ નોંધાઈ હતી. જેના આરોપીઓને પકડવા ગયેલી જોરાવરનગર પોલીસ પર હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ 13 આરોપીઓ સામે નોંધાઈ હતી. આ બનાવના મુખ્ય આરોપી યાકુબ કાળુખાન પઠાણ સામે બી ડીવીઝન પોલીસ મથકે બુલેટની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ રતનપરની દેવનંદન સોસાયટી સામે 40 વર્ષીય હીરાસીંગ ઈશ્વરસીંગ ટાંક રહે છે. થોડા દિવસ પહેલા તેમના જુના મિત્ર યાકુબ પઠાણે આવી બુલેટની માંગણી કરી હતી. જેમાં હીરાસીંગે બુલેટ આપવાની ના પાડી હતી. જેમાં યાકુબે બુલેટ કોઈપણ સંજોગોમાં લઈને રહીશ તેવી ધમકી આપી હતી. ગત તા. 27-1ના રોજ હીરાસીંગ બુલેટ લઈને સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા હતા ત્યારે યાકુબે તેઓને ઉભા રાખી છરી બતાવી રૂ. 150 ખીસ્સામાંથી લઈ રૂ. 80 હજારના બુલેટની લૂંટ ચલાવી હતી. બનાવની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ જે.એમ.પટેલ ચલાવી રહ્યા છે. જોરાવરનગરમાં નોંધાયેલા ગુનામાં યાકુબ પઠાણની ધરપકડ થઈ છે. ત્યારે હાલ જેલવાસ ભોગવતા આરોપીનો કબજો લેવા બી ડીવીઝન પોલીસે કાર્યવાહી આરંભી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0