Surendranagar: ધોળા દિવસે રૂપિયા 18 લાખની લૂંટ, આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી

સવારે બેંકમાં રૂપિયા 18.20 લાખ ભરવા જતાં સમયે લૂંટની ઘટના બનીલૂંટની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા લૂંટ કરનારા બંને આરોપી સીસીટીવીમાં કેદ સુરેન્દ્રનગર શહેરમાં ધોળા દિવસે બે વ્યક્તિની જાહેરમાં છરી મારીને તેની પાસેથી રૂપિયા 18.20 લાખ ભરેલો થેલો લઈને બાઈક પર આવેલા બે લુંટારાઓ ફરાર થઈ ગયા હતા, પોલીસે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. બંને વ્યક્તિ કંઈક સમજે એ પહેલા જ છરીથી હુમલો કરી દીધો સુરેન્દ્રનગર શહેરમાં આવેલી ચીમનલાલ ભગવાનદાસ કંપનીમાં કામ કરતા બે માણસો આજે સવારે બેંકમાં રૂપિયા 18.20 લાખ ભરવા તેમના એકટીવા અને બાઈક પર નીકળ્યા હતા, પોતાની પેઢીથી આગળ નીકળી બેંક તરફ જતી વખતે શહેરના લોકોથી ધમધમતાં એટલે કે મેગા મોલ વિસ્તાર પાસે જાહેરમાં હજારો લોકોની વચ્ચે બે યુવા આરોપી એકાએક બાઈક પર આવીને આ બંને વેપારીને આંતરી એમનું વાહન ઉભુ રખાવીને એ બંને કંઈક સમજે એ પહેલા જ છરીથી હુમલો કરી દીધી હતો. બંને આરોપીએ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પહેલા રેકી કર્યા હોવાનું પોલીસનું અનુમાન ત્યારે એવામાં આ બંને લોકો ગભરાઈ ગયા હતા અને એનો લાભ લઈને આરોપીઓ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીએ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પહેલા રેકી કર્યાનું પોલીસ માની રહી છે, કારણકે આટલી મોટી રકમ લઈને જતાં હોય એની સંપૂર્ણ જાણકારી આરોપીઓને હતી, એટલા માટે જ આ ઘટનાને અંજામ આપ્યો હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી જોકે આ બંને આરોપી સીસીટીવીમાં કેદ થયા છે, પરંતુ મોં ઉપર કપડુ બાંધીને આ લુંટને અંજામ આપ્યો હતો, સાથોસાથ બાઈક પરના નંબરો પણ સરખા નથી, આમ પોલીસ માટે પણ પડકારરૂપ આ કેસમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.  

Surendranagar: ધોળા દિવસે રૂપિયા 18 લાખની લૂંટ, આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે બેંકમાં રૂપિયા 18.20 લાખ ભરવા જતાં સમયે લૂંટની ઘટના બની
  • લૂંટની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
  • લૂંટ કરનારા બંને આરોપી સીસીટીવીમાં કેદ

સુરેન્દ્રનગર શહેરમાં ધોળા દિવસે બે વ્યક્તિની જાહેરમાં છરી મારીને તેની પાસેથી રૂપિયા 18.20 લાખ ભરેલો થેલો લઈને બાઈક પર આવેલા બે લુંટારાઓ ફરાર થઈ ગયા હતા, પોલીસે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

બંને વ્યક્તિ કંઈક સમજે એ પહેલા જ છરીથી હુમલો કરી દીધો

સુરેન્દ્રનગર શહેરમાં આવેલી ચીમનલાલ ભગવાનદાસ કંપનીમાં કામ કરતા બે માણસો આજે સવારે બેંકમાં રૂપિયા 18.20 લાખ ભરવા તેમના એકટીવા અને બાઈક પર નીકળ્યા હતા, પોતાની પેઢીથી આગળ નીકળી બેંક તરફ જતી વખતે શહેરના લોકોથી ધમધમતાં એટલે કે મેગા મોલ વિસ્તાર પાસે જાહેરમાં હજારો લોકોની વચ્ચે બે યુવા આરોપી એકાએક બાઈક પર આવીને આ બંને વેપારીને આંતરી એમનું વાહન ઉભુ રખાવીને એ બંને કંઈક સમજે એ પહેલા જ છરીથી હુમલો કરી દીધી હતો.

બંને આરોપીએ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પહેલા રેકી કર્યા હોવાનું પોલીસનું અનુમાન

ત્યારે એવામાં આ બંને લોકો ગભરાઈ ગયા હતા અને એનો લાભ લઈને આરોપીઓ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીએ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પહેલા રેકી કર્યાનું પોલીસ માની રહી છે, કારણકે આટલી મોટી રકમ લઈને જતાં હોય એની સંપૂર્ણ જાણકારી આરોપીઓને હતી, એટલા માટે જ આ ઘટનાને અંજામ આપ્યો હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી

જોકે આ બંને આરોપી સીસીટીવીમાં કેદ થયા છે, પરંતુ મોં ઉપર કપડુ બાંધીને આ લુંટને અંજામ આપ્યો હતો, સાથોસાથ બાઈક પરના નંબરો પણ સરખા નથી, આમ પોલીસ માટે પણ પડકારરૂપ આ કેસમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.