Surendranagar જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત માર્ગો પર ડામરપટ્ટાની કરાઈ કામગીરી

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી દિવસ તેમજ રાત્રિ દરમિયાન પુરજોશમાં કરવામાં આવી રહી છે. ખાડા કરાયા દૂર માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા કલેકટર કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર ડામરપટ્ટાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર સ્ટેટ રોડ, સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર સહીત જુદા જુદા ગામો - વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પટ્ટા, પેચવર્ક સહિતની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ રાત્રીના સમયે કુડા - ટીકર - ઘાટીલા રોડ ઉપર પણ રાત્રીના સમયે મરામત કામગીરી કરવામાં આવી હતી. સેવા સેતુનો યોજાશે કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમનાં દસમાં તબક્કા અન્વયે લખતર તાલુકા વહીવટીતંત્ર દ્વારા તા.૨૫.૧૦.૨૦૨૪, શુક્રવાર ના રોજ ઢાંકી ગામે પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં આદલસર, લીલાપુર, ઇંગરોડી, કારેલા, સવલાણા, ઓળક, છારદ, ભાસ્કરપરા, જ્યોતિપરા, વિઠ્ઠલગઢ, બાબાજીપરા, કલ્યાણપરા, વિઠ્ઠલાપરા, ગાંગડ, વડલા સહીત કુલ ૧૫ જેટલા ગામનાં નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા, આવક/જાતિના દાખલા, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જુદા જુદા ૧૩ જેટલા વિભાગોની જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના લાભો લેવા માટે લખતર તાલુકા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.. 

Surendranagar જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત માર્ગો પર ડામરપટ્ટાની કરાઈ કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી દિવસ તેમજ રાત્રિ દરમિયાન પુરજોશમાં કરવામાં આવી રહી છે.

ખાડા કરાયા દૂર

માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા કલેકટર કે. સી. સંપટના માર્ગદર્શન હેઠળ ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર ડામરપટ્ટાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર સ્ટેટ રોડ, સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર સહીત જુદા જુદા ગામો - વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પટ્ટા, પેચવર્ક સહિતની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ રાત્રીના સમયે કુડા - ટીકર - ઘાટીલા રોડ ઉપર પણ રાત્રીના સમયે મરામત કામગીરી કરવામાં આવી હતી.

સેવા સેતુનો યોજાશે કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમનાં દસમાં તબક્કા અન્વયે લખતર તાલુકા વહીવટીતંત્ર દ્વારા તા.૨૫.૧૦.૨૦૨૪, શુક્રવાર ના રોજ ઢાંકી ગામે પ્રાથમિક શાળા ખાતે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં આદલસર, લીલાપુર, ઇંગરોડી, કારેલા, સવલાણા, ઓળક, છારદ, ભાસ્કરપરા, જ્યોતિપરા, વિઠ્ઠલગઢ, બાબાજીપરા, કલ્યાણપરા, વિઠ્ઠલાપરા, ગાંગડ, વડલા સહીત કુલ ૧૫ જેટલા ગામનાં નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા, આવક/જાતિના દાખલા, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જુદા જુદા ૧૩ જેટલા વિભાગોની જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના લાભો લેવા માટે લખતર તાલુકા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે..