Junagadhમાં સાધુ-સંતોનો વધ્યો વિવાદ, ગિરનાર મંડળના સાધુએ ધર્મને ધંધો બનાવ્યો : હરિદાસ

અંબાજી મંદિરના મહત્વનો વિવાદ દિવસે વધુ ગૂંચવાતો જાય છે.મહેશગીરીબાપુ અને હરગીરીબાપુના વિવાદ વચ્ચે હવે અન્ય સાધુઓ પણ મેદાનમાં આવ્યા છે.ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા હરીગીરીબાપુ સામે વિરોધ થઈ રહ્યો છે.ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે.મંદિરનો વધ્યો વિવાદ ગિરનાર મંડળના સાધુઓ અને ખાસ કરીને હરિ ગીરી બાપુ સામે તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હરિ ગીરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે.સાધુઓને પૈસાની હાલત ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે. અલગ-અલગ સાધુઓ લગાવે છે આક્ષેપ ભવનાથ મંદિરના મહંત તરીકે રમેશગીરી બાપુ હતા તેમના બાદ તનસુખ ગીરી બાપુને મહંત તરીકે બનાવવામાં આવ્યા હતા અને મહંત તરીકે તનસુખ ગીરીબાપુને હટાવીને હરિ ગીરી બાપુએ શેલજા દેવીને મહદ્ધ તરીકે બેસાડ્યા હતા જેને ભવનાથ સાથે કંઈ જ લેવાદેવા નથી એક દોઢ વર્ષ તેમને મદદ તરીકે રાખ્યા બાદ તેમને પણ હટાવીને જયશ્રીકાનંદને ભવનાથના મહંત તરીકે બેસાડી દીધા અને હવે હરી ગીરીબાપુ પોતે તેના મહંત તરીકે બેસી ગયા છે એના ભવનાથનો કબજો લેવા માંગે છે. પત્ર લખવામાં આવ્યો તો બીજી તરફ જૂનાગઢના મહિલા વકીલ હેમાબેન શુક્લ દ્વારા તનસુખ ગીરીબાપુ જે હોસ્પિટલમાં દાખલ હતા તે ગોકુલ હોસ્પિટલના સંચાલકો તેમજ ડોક્ટરો સામે ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સેક્રેટરી પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે આ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો એ બાપુ આઈસીયુમાં દાખલ હતા ત્યારે ડોક્ટર નોટરી એડવોકેટ સાક્ષીઓ અને વારસદારો તેમાં કેવી રીતે દાખલ થયા તેને લઈને યોગ્ય તપાસ કરવા માંગણી કરી છે. વકીલ દ્રારા તપાસની કરાઈ માંગ આઈસીયુ વોર્ડમાં દાખલ દર્દીની સલામતી કેટલી ? લોકો જ્યારે નથી બોલી શકતા ત્યારે તેમના અંગૂઠા કે સહી સિક્કા લેવા કેટલા વ્યાજબી તેવા અનેક સવાલો સાથે મહિલા વકીલ દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.આમ હવે અંબાજી મંદિર ના મહંત તેમજ ગાદીનો વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં નવો વળાંક આવે તો નવાઈ નહીં.

Junagadhમાં સાધુ-સંતોનો વધ્યો વિવાદ, ગિરનાર મંડળના સાધુએ ધર્મને ધંધો બનાવ્યો : હરિદાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજી મંદિરના મહત્વનો વિવાદ દિવસે વધુ ગૂંચવાતો જાય છે.મહેશગીરીબાપુ અને હરગીરીબાપુના વિવાદ વચ્ચે હવે અન્ય સાધુઓ પણ મેદાનમાં આવ્યા છે.ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા હરીગીરીબાપુ સામે વિરોધ થઈ રહ્યો છે.ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે.

મંદિરનો વધ્યો વિવાદ
ગિરનાર મંડળના સાધુઓ અને ખાસ કરીને હરિ ગીરી બાપુ સામે તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હરિ ગીરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે.સાધુઓને પૈસાની હાલત ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે.



અલગ-અલગ સાધુઓ લગાવે છે આક્ષેપ
ભવનાથ મંદિરના મહંત તરીકે રમેશગીરી બાપુ હતા તેમના બાદ તનસુખ ગીરી બાપુને મહંત તરીકે બનાવવામાં આવ્યા હતા અને મહંત તરીકે તનસુખ ગીરીબાપુને હટાવીને હરિ ગીરી બાપુએ શેલજા દેવીને મહદ્ધ તરીકે બેસાડ્યા હતા જેને ભવનાથ સાથે કંઈ જ લેવાદેવા નથી એક દોઢ વર્ષ તેમને મદદ તરીકે રાખ્યા બાદ તેમને પણ હટાવીને જયશ્રીકાનંદને ભવનાથના મહંત તરીકે બેસાડી દીધા અને હવે હરી ગીરીબાપુ પોતે તેના મહંત તરીકે બેસી ગયા છે એના ભવનાથનો કબજો લેવા માંગે છે.

પત્ર લખવામાં આવ્યો
તો બીજી તરફ જૂનાગઢના મહિલા વકીલ હેમાબેન શુક્લ દ્વારા તનસુખ ગીરીબાપુ જે હોસ્પિટલમાં દાખલ હતા તે ગોકુલ હોસ્પિટલના સંચાલકો તેમજ ડોક્ટરો સામે ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સેક્રેટરી પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે આ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો એ બાપુ આઈસીયુમાં દાખલ હતા ત્યારે ડોક્ટર નોટરી એડવોકેટ સાક્ષીઓ અને વારસદારો તેમાં કેવી રીતે દાખલ થયા તેને લઈને યોગ્ય તપાસ કરવા માંગણી કરી છે.

વકીલ દ્રારા તપાસની કરાઈ માંગ
આઈસીયુ વોર્ડમાં દાખલ દર્દીની સલામતી કેટલી ? લોકો જ્યારે નથી બોલી શકતા ત્યારે તેમના અંગૂઠા કે સહી સિક્કા લેવા કેટલા વ્યાજબી તેવા અનેક સવાલો સાથે મહિલા વકીલ દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.આમ હવે અંબાજી મંદિર ના મહંત તેમજ ગાદીનો વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં નવો વળાંક આવે તો નવાઈ નહીં.