Surendranagarમાં બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓને લઈ શિક્ષણમંત્રી સાથેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ

Feb 20, 2025 - 10:30
Surendranagarમાં બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓને લઈ શિક્ષણમંત્રી સાથેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાની પૂર્વતૈયારીઓ અને આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેકટર ડૉ.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ. ગિરીશ પંડ્યા, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા.

સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આગામી તા.૨૭મી ફેબ્રુ.થી બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થશે, જે સંદર્ભે પરીક્ષાઓના રાજ્યવ્યાપી આયોજન અને તૈયારી અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર-ગાંધીનગર ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર દ્વારા આયોજનની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તણાવમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજવા માર્ગદર્શન પણ આપ્યુ

આ તકે જિલ્લા કલેકટર ડૉ.રાજેન્દ્રકુમાર પટેલે પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, વિદ્યાર્થી હેલ્પલાઈન નંબર, પરીક્ષા કંટ્રોલરૂમ, જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં મુક્ત, ન્યાયી અને તણાવમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજવા માર્ગદર્શન પણ આપ્યુ હતું.

સુરેન્દ્રનગરમાં 7 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા

નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં એચ.એસ.સી. પરીક્ષા માટે ધ્રાંગધ્રા, માલવણ, લીંબડી, ચુડા, સુરેન્દ્રનગર, લખતર, વઢવાણ, થાનગઢ, પાટડી, ચોટીલા, મુળી, સાયલા ખાતે ૪૧ જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એસ.એસ.સી. પરીક્ષા માટે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, પાટડી, થાનગઢ, લખતર, ચોટીલા, માલવણ, રાજસીતાપુર, ઝીંઝુવાડા, સોલડી, લીંબડી, વઢવાણ, વણા, મુળી, સાયલા, ચુડા, સરા, ખોલડીયાદ, ધજાળા, શિયાણી ખાતે ૭૬ જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એસ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષામાં ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર ખાતે ૦૭ જેટલા જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.આ વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણ નિરીક્ષકો, પોલીસ, આરોગ્ય, શાળા સંચાલક મંડળ, માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0