Surendranagarમાં અનઅધિકૃત રીતે ખનીજ વહન કરતાં ટ્રકોની ગતિવિધિ સામે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ

Jan 30, 2025 - 14:30
Surendranagarમાં અનઅધિકૃત રીતે ખનીજ વહન કરતાં ટ્રકોની ગતિવિધિ સામે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં અનઅધિકૃત રીતે અને ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની ગતિવિધિ સામે નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તેમજ ચોટીલા મામલતદારપી. બી. જોશીની સયુંકત ટીમ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૯. ૦૧. ૨૦૨૫નાં રોજ રાત્રે ૦૭.૦૦ વાગ્યાથી ૦૨.૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જુદાજુદા સ્થળે ચેકિંગ કરી રૂ. ૫.૪૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મામલતદારની ટીમ કરે છે તપાસ
ચોટીલાના જુદા જુદા સ્થળો જેવા કે, રાજકોટ હાઈવે પર જાની વડલા બોર્ડ, થાનગઢ રોડ, સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવર લોડેડ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ ૧૬ ટ્રક જે પૈકી ૧ - બિનવારસી ઝડપી પાડયા હતા. જેની મુદ્દામાલની કુલ રકમ રૂ.૫,૪૦,૩૭,૦૦૦/-અંકે રૂપિયા પાંચ કરોડ ચાલીસ લાખ સાડત્રીસ હજાર પુરા થાય છે. જે તમામ ટ્રકનું વે-બ્રીજ ખાતે વજન કરી, તમામ ટ્રકને સીઝ કરી મામલતદાર કચેરી, ચોટીલા ખાતે લાવવામાં આવ્યા હતા.

ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી
ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ,૨૦૧૭ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘણા ટ્રકના ડ્રાઈવર નાશી છુટતાં ભાગી ગયેલ હોય તેવી ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી હતી તેમજ ઘણી ટ્રકોના ડ્રાઈવર રસ્તા તેમજ રોડ વચ્ચે ટ્રકો ખાલી કરીને નાસી છૂટ્યા હતા.

5.40 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
ચેકીંગ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોમાં સાદી રેતી ભરેલા ૧૬ વીલ અને ૧૨ વીલ ટોરસ અનુક્રમે અંદાજિત રકમ રૂ. ૪૫,૨૦,૦૦૦/- અને રૂ. ૩૦,૨૩,૦૦૦/-, સાદી રેતી ભરેલા અંદાજિત રૂ. ૨,૯૫,૫૯,૦૦૦/- કીમતનાં ૦૯ ટ્રક, કાર્બોસેલ ભરેલા ૨ ટ્રેલર અંદાજિત રૂ. ૯૧,૦૦,૦૦૦/-, સાદી રેતી ભરેલા ૨ ટોરસ અંદાજિત રૂ. ૫૫,૨૮,૦૦૦/-, ૧ ટ્રક સાદી રેતી અંદાજિત રૂ.૨૩,૦૭,૦૦૦/- સહીત કુલ રૂ. ૫.૪૦ કરોડ થી વધુનાં મુદ્દામાલનો સમાવેશ થાય છે.
 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0