Surendranagarના બાગાયતદાર ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની ચાલુ તથા નવી વિવિધ સહાયલક્ષી યોજનાઓ મંજુર થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો આઈ-ખેડૂત વેબ પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે હેતુસર “આઈ-ખેડૂત” વેબ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.ઉપયોગી માહિતી ખેડૂત માટે આથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ: ૨૦૨૪-૨૫માં ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેના કાર્યક્રમ અન્વયે (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ(ડ્રેગનફુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય જેવા વિવિધ ઘટકોમાં સરકારશ્રીની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે “આઈ – ખેડૂત” વેબ પોર્ટલ www.ikhedut.gujarat.gov.in  તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઓનલાઈન કરો અરજી આ ઘટકો હેઠળ સરકારશ્રીની સહાયનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડુતે સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭- ૧૨, ૮-અ ના અદ્યતન ઉતારા, "SC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, કેન્સલ ચેક, આધારકાર્ડની નકલ, અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૦૭-૦૮, બ્લોક-સી. બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે સમયમર્યાદામાં જમા કરાવવા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

Surendranagarના બાગાયતદાર ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની ચાલુ તથા નવી વિવિધ સહાયલક્ષી યોજનાઓ મંજુર થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો આઈ-ખેડૂત વેબ પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે હેતુસર “આઈ-ખેડૂત” વેબ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

ઉપયોગી માહિતી ખેડૂત માટે
આથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ: ૨૦૨૪-૨૫માં ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેના કાર્યક્રમ અન્વયે (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ(ડ્રેગનફુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય જેવા વિવિધ ઘટકોમાં સરકારશ્રીની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે “આઈ – ખેડૂત” વેબ પોર્ટલ www.ikhedut.gujarat.gov.in  તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

ઓનલાઈન કરો અરજી
આ ઘટકો હેઠળ સરકારશ્રીની સહાયનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડુતે સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭- ૧૨, ૮-અ ના અદ્યતન ઉતારા, "SC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, કેન્સલ ચેક, આધારકાર્ડની નકલ, અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૦૭-૦૮, બ્લોક-સી. બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે સમયમર્યાદામાં જમા કરાવવા નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.