Suratમાં લલચામણી સ્કીમો આપી ઠગાઈ આચરતી ગ્રીનવોલ એન્ટરપ્રાઇઝના કર્મચારીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર

Aug 15, 2025 - 16:30
Suratમાં લલચામણી સ્કીમો આપી ઠગાઈ આચરતી ગ્રીનવોલ એન્ટરપ્રાઇઝના કર્મચારીની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં સ્ટોક માર્કેટમાં વધુ નફાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર ગ્રીનવોલ એન્ટરપ્રાઇઝના સંચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે પોલીસે એક આરોપી હિરેન જાધવની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી નિમિત્ત શાહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ કૌભાંડનો આંકડો 100 કરોડથી પણ વધુ હોવાનું અનુમાન છે. ગ્રીનવોલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના સંચાલકોએ લોકો પાસેથી સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગના નામે રોકાણ કરાવ્યું હતું.

4.84 કરોડની ઠગાઈની પોલીસમાં નોંધાઇ ફરિયાદ

રોકાણકારોને ટૂંકા ગાળામાં જંગી નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી. પરંતુ લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને કંપનીના સંચાલકો અચાનક રાતોરાત પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે રોકાણકારોના પૈસા ફસાઈ ગયા હતા. કંપનીના આ ઉઠમણાથી ભોગ બનેલા લોકોએ સુરત પોલીસના ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં 4.84 કરોડ રૂપિયાની ઠગાઈ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે આ કૌભાંડનો કુલ આંકડો 100 કરોડથી વધુ હોવાનું મનાય છે.

ઠગાઈનો આંકડો 100 કરોડથી વધુનો હોવાનું અનુમાન

ન્યાય માટે આશરે 100 જેટલા રોકાણકારો ગતરોજ પોલીસ કમિશનર કચેરીએ પણ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને આરોપી હિરેન જાધવની ધરપકડ કરી હતી. પરંતુ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિમિત્ત શાહ હજુ પણ ફરાર છે. પોલીસે નિમિત્ત શાહને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર લોકોને આવી લલચામણી સ્કીમ્સથી સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0