Suratમાં રખડતા શ્વાને ઘર પાસે જઈને બાળકીને ભર્યા બચકા,સીસીટીવી આવ્યા સામે

બાળકી પર એક શ્વાને કર્યો હુમલો એક શ્વાને બાળકીને બચકું ભર્યું અડાજણના ગોરાટ રોડનો બનાવ સુરતમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે,જેમાં બાળકી પર બે શ્વાને હુમલો કર્યો છે.અડાજણ સ્થિત ગોરાટ રોડ પર આ બનાવ બન્યો છે.સુકુન ટેનામેન્ટમાં રહેતી બાળકી ઘરની બહાર આવી અને શ્વાન તરત દોડીને બચકા ભરી ભાગી ગયા હતા તેવા CCTV આવ્યા છે સામે.સુરેન્દ્રનગરમાં છ દિવસ પહેલા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા હતા. જેમાં 108 મારફતે સારવાર માટે રાજસીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા. ત્યારે શ્વાન હડકવાની રસી રાજસીતાપુર હોસ્પિટલ, ધાંગધ્રા હોસ્પિટલ, સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ના હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તત્કાલિક લઈ જવા પડયા હતા. 8 એપ્રિલ 2024ના રોજ રખડતા શ્વાને બાળકીનો લીધો ભોગ ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે.દ્વારકા જિલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. દ્વારકામાંથી એક હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રખડતા શ્વાને 11 વર્ષીય બાળકીનો જીવ લીધો છે. આ બનાવને પગલે એક તરફ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. 23 જુન 2024ના રોજ ભરૂચમાં 13 લોકોને બચકા ભર્યા રાજપારડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયુ શ્વાન લોકોને ભયભીત કરી રહ્યું હતું, આ હડકાયા શ્વાને છેલ્લા ૨૪ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ ૧૩ જેટલા લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા.આ ઉપરાંત હડકાયા શ્વાને કેટલાક અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી હતી. ૧૩ જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે.

Suratમાં રખડતા શ્વાને ઘર પાસે જઈને બાળકીને ભર્યા બચકા,સીસીટીવી આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળકી પર એક શ્વાને કર્યો હુમલો
  • એક શ્વાને બાળકીને બચકું ભર્યું
  • અડાજણના ગોરાટ રોડનો બનાવ

સુરતમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે,જેમાં બાળકી પર બે શ્વાને હુમલો કર્યો છે.અડાજણ સ્થિત ગોરાટ રોડ પર આ બનાવ બન્યો છે.સુકુન ટેનામેન્ટમાં રહેતી બાળકી ઘરની બહાર આવી અને શ્વાન તરત દોડીને બચકા ભરી ભાગી ગયા હતા તેવા CCTV આવ્યા છે સામે.

સુરેન્દ્રનગરમાં છ દિવસ પહેલા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા હતા. જેમાં 108 મારફતે સારવાર માટે રાજસીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા. ત્યારે શ્વાન હડકવાની રસી રાજસીતાપુર હોસ્પિટલ, ધાંગધ્રા હોસ્પિટલ, સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ના હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તત્કાલિક લઈ જવા પડયા હતા.

8 એપ્રિલ 2024ના રોજ રખડતા શ્વાને બાળકીનો લીધો ભોગ

ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે.દ્વારકા જિલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. દ્વારકામાંથી એક હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા હતા. જેમાં રખડતા શ્વાને 11 વર્ષીય બાળકીનો જીવ લીધો છે. આ બનાવને પગલે એક તરફ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

23 જુન 2024ના રોજ ભરૂચમાં 13 લોકોને બચકા ભર્યા

રાજપારડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયુ શ્વાન લોકોને ભયભીત કરી રહ્યું હતું, આ હડકાયા શ્વાને છેલ્લા ૨૪ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ ૧૩ જેટલા લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા.આ ઉપરાંત હડકાયા શ્વાને કેટલાક અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી હતી. ૧૩ જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે.