Suratમાં બંધ દુકાનોના શટર તોડી ચોરી કરતી કુખ્યાત ‘હરણ ગેંગ’નો પર્દાફાશ, 2 તસ્કરોની ધરપકડ

Sep 20, 2026 - 14:00
Suratમાં બંધ દુકાનોના શટર તોડી ચોરી કરતી કુખ્યાત ‘હરણ ગેંગ’નો પર્દાફાશ, 2 તસ્કરોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં બંધ દુકાનો અને કમર્શિયલ સબ-સ્ટેશનોના શટર ઉંચા કરીને ચોરીના બનાવોને અંજામ આપતી કુખ્યાત 'હરણ ગેંગ'નો સુરત ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ચોક્કસ દરોડો પાડીને આ ગેંગના બે સક્રિય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા તસ્કરો પાસેથી પોલીસે ચોરીમાં ગયેલી રોકડ રકમ પૈકી ₹1,20,000 રોકડા જપ્ત કર્યા છે.

અલથાણમાં પસ્તીની દુકાનનું શટર તોડી આચરી હતી ચોરી

પકડાયેલા આરોપીઓએ થોડા દિવસો અગાઉ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એક પસ્તીની દુકાનને ટાર્ગેટ બનાવી હતી. રાત્રિના સમયે તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી રોકડ રકમની ચોરી આચરી હતી. આ બનાવ અંગે દુકાનમાલિક દ્વારા અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનો તાગ મેળવ્યો હતો.

Notorious 'Haran Gang' exposed in Surat

અગાઉ પાલ, રાંદેર અને નવસારીમાં પણ આચરી ચૂક્યા છે ગુના

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. આ શખ્સો વિરુદ્ધ અગાઉ સુરત શહેરના પાલ, રાંદેર તેમજ નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પણ ચોરી અને ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ રાત્રિના સમયે રેકી કરીને મોકાનો લાભ ઉઠાવી શટર તોડી ચોરી કરવામાં માહિર હોવાનું સામે આવ્યું છે. હાલ અલથાણ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0