Suratમાં પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા, જુઓ VIDEO

Jun 19, 2025 - 18:30
Suratમાં પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય સહિત સુરતમાં પણ ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે અને પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સુરતમાં ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર જ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ સિવાય સુરતમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડ્રેનેજના પાણી બેક મારતા વરસાદી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે.

સુરતમાં BRTS બસમાં વરસાદી પાણી પટક્યું

બીજી તરફ સુરત પાલિકાને જરા BRTS બસની સાચવણી પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સુરતની 22 નંબર રૂટ સરથાણાથી કોસાડ જતી બીઆરટીએસનો વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે BRTS બસમાં પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા છે અને મુસાફરોની છત્રી લઈને બસમાં જવાનો વારો આવ્યો છે. પેસેન્જરો બસમાં છત્રી ખુલ્લી રાખવા મજબૂર બન્યા છે. સુરતમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી લોકોને પડી રહી છે. મોટી વેડ-નાની વેડનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0