Suratમાં પતિએ ગુસ્સામાં આવીને માસૂમ બાળક અને પત્નીની કરી હત્યા

સુરતમાં પતિએ જ પત્ની અને પુત્રની હત્યા કરતા હાહાકાર મચ્યો છે,સાથે સાથે આરોપીએ તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા માર્યા છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો આ ઘટનામાં આરોપી સ્મિત જીયાણીએ પોતાને પણ ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.માતા-પિતા, પત્ની, બાળકને ચપ્પુના ઘા ઝીંક્યા લોકોના મગજ કેવા હોય છે અને કયારે શું કરી દે છે તેની ખબર નથી પડતી આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની છે જયાં પતિએ આવેશમાં આવીને તેની પત્ની અને બાળકની તો હત્યા કરી નાખી પરંતુ તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા મારી દીધા અને ત્યારબાદ તેણે તેના જ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી પોતાને પણ ઈજાગ્રસ્ત કર્યો છે,પરિવારમાં અંદરો-અંદર મનદુખ ચાલતુ હોવાથી આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. સરથાણા વિસ્તારના સૂર્યા ટાવરનો બનાવ સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી છે,મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,અને આરોપી અને તેના માતા-પિતાના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,આરોપી હથિયાર કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. પરિવાર અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે અને સુરતમાં નોકરી-ધંધાને લઈ વસવાટ કરતો હતો અચાનક આવી ઘટના બનતાની સાથે પોલીસ પણ મૂળ કારણ સુધી પહોંચી શકી નથી,ત્યારે પોલીસ આરોપીની ધરપકડ બતાવશે અને થોડો સ્વસ્થય થશે ત્યારે ઘટનાનું સાચુ કારણ સામે આવશે.હાલમાં પરિવારજનો ધીરે-ધીરે હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે,માતા-પિતાની હાલત અને આરોપીની હાલત પણ ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે.

Suratમાં પતિએ ગુસ્સામાં આવીને માસૂમ બાળક અને પત્નીની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પતિએ જ પત્ની અને પુત્રની હત્યા કરતા હાહાકાર મચ્યો છે,સાથે સાથે આરોપીએ તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા માર્યા છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો આ ઘટનામાં આરોપી સ્મિત જીયાણીએ પોતાને પણ ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.

માતા-પિતા, પત્ની, બાળકને ચપ્પુના ઘા ઝીંક્યા

લોકોના મગજ કેવા હોય છે અને કયારે શું કરી દે છે તેની ખબર નથી પડતી આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની છે જયાં પતિએ આવેશમાં આવીને તેની પત્ની અને બાળકની તો હત્યા કરી નાખી પરંતુ તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા મારી દીધા અને ત્યારબાદ તેણે તેના જ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી પોતાને પણ ઈજાગ્રસ્ત કર્યો છે,પરિવારમાં અંદરો-અંદર મનદુખ ચાલતુ હોવાથી આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.

સરથાણા વિસ્તારના સૂર્યા ટાવરનો બનાવ

સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી છે,મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,અને આરોપી અને તેના માતા-પિતાના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,આરોપી હથિયાર કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

પરિવાર અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી

પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે અને સુરતમાં નોકરી-ધંધાને લઈ વસવાટ કરતો હતો અચાનક આવી ઘટના બનતાની સાથે પોલીસ પણ મૂળ કારણ સુધી પહોંચી શકી નથી,ત્યારે પોલીસ આરોપીની ધરપકડ બતાવશે અને થોડો સ્વસ્થય થશે ત્યારે ઘટનાનું સાચુ કારણ સામે આવશે.હાલમાં પરિવારજનો ધીરે-ધીરે હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે,માતા-પિતાની હાલત અને આરોપીની હાલત પણ ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે.