Suratમાં નબીરાઓએ ફરી કર્યા સીનસપાટા, ફેરવેલ પાર્ટી બાદ જાહેરમાં રોડ લીધો બાનમાં
સુરતમાં ફરી એકવાર નબીરાઓએ સીનસપાટા કર્યા છે જેમાં ફેરવેલ પાર્ટી બાદ નબીરાઓ છાકટા બન્યા છે,અરિહંત એકેડમીના નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે જેમાં મોંઘી ગાડીના સનરૂફ પર બેસી જાહેરમાં ફટાકડા ફોડયા હોય તેવો વીડિયો વાયરલ થયો છે,સુરતમાં આ નબીરાઓ કયારે સુધરશે તેને લઈ સવાલ છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી એકેડમીના નબીરાઓ ગોડાદરા વિસ્તારમાં આવેલી એકેડમીના નબીરાઓ બેફામ બન્યા છે,જેમાં ફેરવેલ પૂર્ણ થયા બાદ નબીરાઓએ જાહેરમાં સીનસપાટા કર્યા છે,એક સાથે જાહેરમાં કાર ચલાવી અને રોડ જાણે બાનમાં લીધો હોય તેવું લાગ્યું હતુ,તો ગોડાદરા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથધરી છે.યુવકો કયાંના હતા અને તેમની પાસે લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.મહત્વનું છે કે અવાર-નવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે માતા-પિતા પણ કંઈ સમજયા વિના તેમના બાળકોને કાર આપી દે છે,જયારે કોઈ મોટી ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે.ત્રણ દિવસ પહેલા પણ બાળકો બન્યા હતા છાટકા ઓલપાડના કુંકણીની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. ફેરવેલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ સ્ટંટ કર્યા હતા. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હતા. નબીરાઓનો વીડિયો વાયરલ થતા શાળાએ હાથ અધ્ધર કરી દીધા હતા. શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો. એક પણ કારને સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા ન દેવાયાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ફરી એકવાર નબીરાઓએ સીનસપાટા કર્યા છે જેમાં ફેરવેલ પાર્ટી બાદ નબીરાઓ છાકટા બન્યા છે,અરિહંત એકેડમીના નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે જેમાં મોંઘી ગાડીના સનરૂફ પર બેસી જાહેરમાં ફટાકડા ફોડયા હોય તેવો વીડિયો વાયરલ થયો છે,સુરતમાં આ નબીરાઓ કયારે સુધરશે તેને લઈ સવાલ છે.
ગોડાદરા વિસ્તારમાં આવેલી એકેડમીના નબીરાઓ
ગોડાદરા વિસ્તારમાં આવેલી એકેડમીના નબીરાઓ બેફામ બન્યા છે,જેમાં ફેરવેલ પૂર્ણ થયા બાદ નબીરાઓએ જાહેરમાં સીનસપાટા કર્યા છે,એક સાથે જાહેરમાં કાર ચલાવી અને રોડ જાણે બાનમાં લીધો હોય તેવું લાગ્યું હતુ,તો ગોડાદરા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથધરી છે.યુવકો કયાંના હતા અને તેમની પાસે લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.મહત્વનું છે કે અવાર-નવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે માતા-પિતા પણ કંઈ સમજયા વિના તેમના બાળકોને કાર આપી દે છે,જયારે કોઈ મોટી ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે.
ત્રણ દિવસ પહેલા પણ બાળકો બન્યા હતા છાટકા
ઓલપાડના કુંકણીની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. ફેરવેલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ સ્ટંટ કર્યા હતા. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હતા. નબીરાઓનો વીડિયો વાયરલ થતા શાળાએ હાથ અધ્ધર કરી દીધા હતા. શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો. એક પણ કારને સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા ન દેવાયાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો.