Suratમાં ડુંગળીના ભાવમાં ભડકો: મહારાષ્ટ્રમાં પાકને નુકસાન થતાં આવક થઈ અડધી, ભાવ બમણા!

Sep 22, 2026 - 16:00
Suratમાં ડુંગળીના ભાવમાં ભડકો: મહારાષ્ટ્રમાં પાકને નુકસાન થતાં આવક થઈ અડધી, ભાવ બમણા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાનમાં અચાનક આવેલા પલટા અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક તૈયાર થતી વખતે પડેલા બેમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઉત્પાદનમાં મોટો ઘટાડો થતાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતી ડુંગળીના ભાવ ઊંચકાયા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત APMC માં આવક ઘટીને અડધી થઈ 

ડુંગળીના ભાવમાં આવેલા મોટો તફાવત સુરત એપીએમસી (APMC) માર્કેટના આંકડા પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સામાન્ય દિવસોમાં સુરત માર્કેટમાં દરરોજ ડુંગળી ભરેલી 35થી 40 ગાડીઓની આવક થતી હતી, જે ઘટીને હવે માત્ર 18થી 20 ગાડીઓ પર આવી ગઈ છે. પુરવઠો અડધો થઈ જતાં ભાવમાં આસમાની વધારો થયો છે. જે ડુંગળીનો 20 કિલોનો ભાવ અગાઉ રૂ.500થી 700 આસપાસ હતો, તે વધીને હવે રૂ.800થી 1100 સુધી પહોંચી ગયો છે.

Onion prices increase in Surat

હજુ એક મહિનો ભાવ વધારો રહેવાની શક્યતા 

ગત મહિનાની સરખામણીએ આ વખતે ડુંગળીના ભાવ બેગણા થઈ જતાં હોલસેલ તેમજ છૂટક વેપારીઓ માટે વેચાણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ગ્રાહકો ખરીદી ઘટાડી રહ્યા હોવાથી માર્કેટમાં વેપારને માઠી અસર પહોંચી છે. એપીએમસીના વેપારીઓના જણાવ્યા મુજબ, નવો પાક માર્કેટમાં પૂરતા પ્રમાણમાં ન આવે ત્યાં સુધી એટલે કે હજુ આગામી એક મહિના સુધી ડુંગળીના ભાવ આ જ ઊંચા સ્તરે જળવાઈ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0