Suratમાં જોવા મળી અમેરિકન મંદીની અસર, રત્નકલાકારની કલાકારી મજૂરીમાં ફેરવાઈ

અમેરિકન મંદીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે તેની અસર ગુજરાતના સુરત શહેરમાં જોવા મળી હતી છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે અમેરિકન મંદીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. તેની પહેલી ગુજરાતના સુરત શહેરમાં જોવા મળી હતી. સુરત સ્થિત એક અગ્રણી હીરા ઉત્પાદક કંપનીએ મંગળવારે તેના ઘણા કર્મચારીઓ માટે 10 દિવસની રજા જાહેર કરી હતી, જેમાં યુએસની મંદીને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પોલિશ્ડ હીરાની ઓછી માંગને ટાંકવામાં આવી હતી. આ કંપની 'કુદરતી હીરાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક' છે. રત્નકલાકારની કલાકારી મજૂરીમાં ફેરવાઈ સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટને આધારે રત્નકલાકાર મજુર બન્યો છે. હીરા કામમાં નોકરી નહીં મળતા કર્મચારીઓ મજૂરી કરી રહ્યા છે. કર્મચારીઓ ભાડે મકાનમાં રહે છે, તેઓ તેમના મકાન નું ભાડુ 3500 અને લાઈટ બિલ ભરવાના પણ પૈસા ન હોવાથી વાત કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમના બાળકોના ટ્યુશન છોડાવી દીધા છે કારણ કે તેમની પાસે બાળકોની ટ્યુશન ફી ભરવાના રૂપિયા નથી. તો કેટલાક લોકોના બાળકો સરકારી શાળામાં જાય છે. આ સિવાય કેટલાક કારીગરોએ ત્રણ મહિનાથી ઘરનું ભાડુ ભર્યું નથી અને અન્ય કેટલાક કર્મચારી દસ બાય દસની ખોલીમાં પરિવાર સાથે રહે છે. છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી હાલમાં ઘણા કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. કેટલીક રકમ મળશે, પરંતુ તમામ કર્મચારીઓને આ સમયગાળા માટે પગાર ચૂકવવામાં આવશે. મંદીના કારણે અમને આ રજા આપવાની ફરજ પડી છે. હીરા ઉદ્યોગને ઝટકો લાગ્યો હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયાના જણાવ્યા મુજબ મંદીના કારણે સ્થાનિક હીરા ઉદ્યોગને ઝટકો લાગ્યો છે. પહેલી વખત આવી રજા જાહેર કરી છે. મંદીના કારણે પોલિશ્ડ હીરાના વેચાણમાં ઘટાડો થયો છે. કર્મચારીઓ રજા, સમય ઓછો વેતન ઓછું કરીને ઉદ્યોગકારો પરિસ્થિતિ સાચવી રહ્યા છે. મીની વેકેશનથી બજારમાં ડિમાંડ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડના કારણે રત્નકલાકારો હાલ સચવાયા છે.

Suratમાં જોવા મળી અમેરિકન મંદીની અસર, રત્નકલાકારની કલાકારી મજૂરીમાં ફેરવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમેરિકન મંદીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે
  • તેની અસર ગુજરાતના સુરત શહેરમાં જોવા મળી હતી
  • છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે

અમેરિકન મંદીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. તેની પહેલી ગુજરાતના સુરત શહેરમાં જોવા મળી હતી. સુરત સ્થિત એક અગ્રણી હીરા ઉત્પાદક કંપનીએ મંગળવારે તેના ઘણા કર્મચારીઓ માટે 10 દિવસની રજા જાહેર કરી હતી, જેમાં યુએસની મંદીને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પોલિશ્ડ હીરાની ઓછી માંગને ટાંકવામાં આવી હતી. આ કંપની 'કુદરતી હીરાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક' છે.

રત્નકલાકારની કલાકારી મજૂરીમાં ફેરવાઈ

સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટને આધારે રત્નકલાકાર મજુર બન્યો છે. હીરા કામમાં નોકરી નહીં મળતા કર્મચારીઓ મજૂરી કરી રહ્યા છે. કર્મચારીઓ ભાડે મકાનમાં રહે છે, તેઓ તેમના મકાન નું ભાડુ 3500 અને લાઈટ બિલ ભરવાના પણ પૈસા ન હોવાથી વાત કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમના બાળકોના ટ્યુશન છોડાવી દીધા છે કારણ કે તેમની પાસે બાળકોની ટ્યુશન ફી ભરવાના રૂપિયા નથી. તો કેટલાક લોકોના બાળકો સરકારી શાળામાં જાય છે. આ સિવાય કેટલાક કારીગરોએ ત્રણ મહિનાથી ઘરનું ભાડુ ભર્યું નથી અને અન્ય કેટલાક કર્મચારી દસ બાય દસની ખોલીમાં પરિવાર સાથે રહે છે.

છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી

હાલમાં ઘણા કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. કેટલીક રકમ મળશે, પરંતુ તમામ કર્મચારીઓને આ સમયગાળા માટે પગાર ચૂકવવામાં આવશે. મંદીના કારણે અમને આ રજા આપવાની ફરજ પડી છે.

હીરા ઉદ્યોગને ઝટકો લાગ્યો

હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયાના જણાવ્યા મુજબ મંદીના કારણે સ્થાનિક હીરા ઉદ્યોગને ઝટકો લાગ્યો છે. પહેલી વખત આવી રજા જાહેર કરી છે. મંદીના કારણે પોલિશ્ડ હીરાના વેચાણમાં ઘટાડો થયો છે. કર્મચારીઓ રજા, સમય ઓછો વેતન ઓછું કરીને ઉદ્યોગકારો પરિસ્થિતિ સાચવી રહ્યા છે. મીની વેકેશનથી બજારમાં ડિમાંડ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડના કારણે રત્નકલાકારો હાલ સચવાયા છે.