ડોક્ટરોની માંગણી મુદ્દે સરકાર આકરા પાણીએ: અન્ય રાજ્યોથી સ્ટાઈપેન્ડ વધારે છે, હડતાળ સાંખી નહીં લેવાય

Doctor's Strike in Gujarat : રેસિડેન્ટ-જુનિયર ડોક્ટરોની સ્ટાઈપેન્ડ વધારાની માંગણી અને હડતાળની જાહેરાતને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે જુનિયર ડોક્ટરોને જણાવી દીઘુ છે કે અન્ય રાજ્યોથી સ્ટાઈપેન્ડ વધારે આપવામાં આવે છે, તેમ છતાં તેમ છતાં દર્દીઓની સારવારના ભોગે આ નિર્ણય અમાનવીય છે અને હડતાળની ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની  પ્રવૃતિ બિલકુલ સાંખી નહીં લેવાય.ગુજરાત સરકારે 1.30 લાખ સુધીનું કર્યુ છે પણ અન્ય રાજ્યોમાં 40 થી 7૦ હજાર મળે છેજુનિયર ડોક્ટરોની હડતાળની જાહેરાત સામે સરકારે જણાવ્યું છે કે  જુનિયર  ડોક્ટરોએ જે રીતે સરકારને હડતાળની ચીમકી આપી છે તે ગેરવ્યાજબી છે. ખરી પરિસ્થિતિ એ છે કે રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વઘુ સ્ટાઈપેન્ડ આપવામા આવે છે. ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. ઉપરાંત ગુજરાતમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતુ સ્ટાઈપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જ્યારે બીજી બાજુ મેડિકલ કોલેજોમાં ભણાવતા પ્રોફેસરોના પગાર પર ટેક્સ લાગે છે. ગુજરાત સરકાર દ્વારા એક લાખથી વઘુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી અપાય છે. તેમાં પણ 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું સ્ટાઈપેન્ડ કરાયુ છે. જ્યારે અન્ય રાજ્યોમાં 40 થી 70 હજાર સુધીનું સ્ટાઈપેન્ડ છે. એટલુ જ નહીં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ છે જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે.

ડોક્ટરોની માંગણી મુદ્દે સરકાર આકરા પાણીએ:  અન્ય રાજ્યોથી સ્ટાઈપેન્ડ વધારે છે, હડતાળ સાંખી નહીં લેવાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Doctor's Strike in Gujarat : રેસિડેન્ટ-જુનિયર ડોક્ટરોની સ્ટાઈપેન્ડ વધારાની માંગણી અને હડતાળની જાહેરાતને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે જુનિયર ડોક્ટરોને જણાવી દીઘુ છે કે અન્ય રાજ્યોથી સ્ટાઈપેન્ડ વધારે આપવામાં આવે છે, તેમ છતાં તેમ છતાં દર્દીઓની સારવારના ભોગે આ નિર્ણય અમાનવીય છે અને હડતાળની ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની  પ્રવૃતિ બિલકુલ સાંખી નહીં લેવાય.

ગુજરાત સરકારે 1.30 લાખ સુધીનું કર્યુ છે પણ અન્ય રાજ્યોમાં 40 થી 7૦ હજાર મળે છે

જુનિયર ડોક્ટરોની હડતાળની જાહેરાત સામે સરકારે જણાવ્યું છે કે  જુનિયર  ડોક્ટરોએ જે રીતે સરકારને હડતાળની ચીમકી આપી છે તે ગેરવ્યાજબી છે. ખરી પરિસ્થિતિ એ છે કે રેસિડેન્ટ ડોક્ટરોને દેશમાં સૌથી વઘુ સ્ટાઈપેન્ડ આપવામા આવે છે. ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. ઉપરાંત ગુજરાતમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને અપાતુ સ્ટાઈપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. 

જ્યારે બીજી બાજુ મેડિકલ કોલેજોમાં ભણાવતા પ્રોફેસરોના પગાર પર ટેક્સ લાગે છે. ગુજરાત સરકાર દ્વારા એક લાખથી વઘુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી અપાય છે. તેમાં પણ 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું સ્ટાઈપેન્ડ કરાયુ છે. જ્યારે અન્ય રાજ્યોમાં 40 થી 70 હજાર સુધીનું સ્ટાઈપેન્ડ છે. એટલુ જ નહીં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ છે જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે.