Surendranagarમાં ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકરનાં ઉપયોગ પર નિયંત્રણો મૂકતુ જાહેરનામુ પ્રસિધ્ધ

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પરવાનગી વિના લાઉડ સ્પીકર નહી વગાડાય આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત કે સંસ્થા જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રીની અગાઉથી લેખિત પરવાનગી મેળવીને લાઉડ સ્પીકર સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય, અથવા નુકશાન ન થાય તેવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્ય શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લાઉડ સ્પીકર વગાડવા પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલો કે દવાખાના આવેલ હોય તો સદરહું કચેરીઓ/સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ દખલગીરી ન થાય તેવી રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાનું રહેશે. જાહેરનામાનો નહી કરાય ભંગ ઉપરોક્ત હુકમનો ભંગ કે ઉલ્લંધન કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વયે તેમજ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ચૂંટણી આયોગની સૂચનાઓના ઉલ્લંઘન બદલની શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.

Surendranagarમાં ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકરનાં ઉપયોગ પર નિયંત્રણો મૂકતુ જાહેરનામુ પ્રસિધ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આગામી તા.૧૬.૦૨.૨૦૨૫નાં રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

પરવાનગી વિના લાઉડ સ્પીકર નહી વગાડાય

આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યકિત કે સંસ્થા જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રીની અગાઉથી લેખિત પરવાનગી મેળવીને લાઉડ સ્પીકર સવારના ૦૬-૦૦ કલાકથી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય, અથવા નુકશાન ન થાય તેવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્ય શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લાઉડ સ્પીકર વગાડવા પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલો કે દવાખાના આવેલ હોય તો સદરહું કચેરીઓ/સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ દખલગીરી ન થાય તેવી રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાનું રહેશે.

જાહેરનામાનો નહી કરાય ભંગ

ઉપરોક્ત હુકમનો ભંગ કે ઉલ્લંધન કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વયે તેમજ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ચૂંટણી આયોગની સૂચનાઓના ઉલ્લંઘન બદલની શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૨.૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધીના સમય સુધી કરવાની રહેશે.