Forest Guardની ભરતીને લઈ મોટા સમાચાર,વન અને પર્યાવરણ વિભાગે આપી આ સૂચના

ગૌણ સેવાના સચિવને પત્ર લખી પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચનાવન અને પર્યાવરણ વિભાગે આપી સૂચના વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા સૂચના વન રક્ષકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે મહત્વનો નિર્ણય લીધો છે અને પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ગૌણ સેવાના સચિવને પત્ર લખી સૂચના આપવામાં આવી છે. વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા સૂચના વન અને પર્યાવરણ વિભાગે ગૌણ સેવાના સચિવને સૂચના આપી છે. સાથે જ આ યાદી સિવાય પણ વધુ એક યાદી તૈયાર રાખવા સૂચના આપી છે.વન વિભાગે વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા માટે સૂચના આપી છે. ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર તમને જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી મામલે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તેમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ પાંચ મુદ્દાઓ વિશે લખવામાં આવ્યું હતું. જીપીએસસીની ભરતી પરીક્ષાના આધારે ભરતી પરીક્ષા લેવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ ફોરેસ્ટ ગાર્ડની બેઠકો વધારવા, સીબીઆરટી પદ્ધતિની પરીક્ષા રદ્દ કરવા, માર્ક જાહેર કરવા તથા ફિઝિકસ ટેસ્ટ સંદર્ભ મુદ્દે મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસે વિરોધ કરી રહેલા ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. વન રક્ષક પરીક્ષાના ઉમેદવારોની ફરી અટકાયત વન રક્ષક પરીક્ષાના ઉમેદવારોની ફરી અટકાયત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણીમાં આંદોલન પર ઉમેદવારો બેઠા છે. સવારે અટકાયત કર્યા પછી પણ ઉમેદવારો ફરી એકઠા થયા હતા. પરીક્ષાના માર્ક જાહેર કરવાના મુદ્દે ઉમેદવારોનું આંદોલન હતુ અને ઉમેદવારોની માંગણી ભરતીની જગ્યા વધારવાની છે અને CBRT પરીક્ષા પદ્ધતિ રદ કરવાની પણ માગ છે.

Forest Guardની ભરતીને લઈ મોટા સમાચાર,વન અને પર્યાવરણ વિભાગે આપી આ સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગૌણ સેવાના સચિવને પત્ર લખી પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના
  • વન અને પર્યાવરણ વિભાગે આપી સૂચના
  • વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા સૂચના

વન રક્ષકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે મહત્વનો નિર્ણય લીધો છે અને પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ગૌણ સેવાના સચિવને પત્ર લખી સૂચના આપવામાં આવી છે.

વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા સૂચના

વન અને પર્યાવરણ વિભાગે ગૌણ સેવાના સચિવને સૂચના આપી છે. સાથે જ આ યાદી સિવાય પણ વધુ એક યાદી તૈયાર રાખવા સૂચના આપી છે.વન વિભાગે વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા માટે સૂચના આપી છે.

ફોરેસ્ટ ગાર્ડ ભરતી અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને લખ્યો હતો પત્ર

તમને જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી મામલે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તેમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ પાંચ મુદ્દાઓ વિશે લખવામાં આવ્યું હતું. જીપીએસસીની ભરતી પરીક્ષાના આધારે ભરતી પરીક્ષા લેવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ ફોરેસ્ટ ગાર્ડની બેઠકો વધારવા, સીબીઆરટી પદ્ધતિની પરીક્ષા રદ્દ કરવા, માર્ક જાહેર કરવા તથા ફિઝિકસ ટેસ્ટ સંદર્ભ મુદ્દે મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસે વિરોધ કરી રહેલા ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.

વન રક્ષક પરીક્ષાના ઉમેદવારોની ફરી અટકાયત

વન રક્ષક પરીક્ષાના ઉમેદવારોની ફરી અટકાયત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણીમાં આંદોલન પર ઉમેદવારો બેઠા છે. સવારે અટકાયત કર્યા પછી પણ ઉમેદવારો ફરી એકઠા થયા હતા. પરીક્ષાના માર્ક જાહેર કરવાના મુદ્દે ઉમેદવારોનું આંદોલન હતુ અને ઉમેદવારોની માંગણી ભરતીની જગ્યા વધારવાની છે અને CBRT પરીક્ષા પદ્ધતિ રદ કરવાની પણ માગ છે.