Suratમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનું મોટું જાહેરનામું, 25 સપ્ટેમ્બરે આ 25 મુખ્ય માર્ગો રહેશે બંધ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીના વિસર્જન ઉત્સવને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિસ્તૃત અને કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 25મી સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી જ રાજમાર્ગ સહિત શહેરના અતિમહત્વના 25 જેટલા મુખ્ય માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ડુમસ અને સુવાલી બીચ જનતા માટે બંધ
જાહેરનામા અનુસાર, શ્રીજીની તમામ મોટી મૂર્તિઓનું હજીરા, મગદલ્લા અને ડુમસ દરિયા કિનારે આવેલા 3 કુદરતી ઓવારા પર મોટી ક્રેનોની મદદથી સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન ડુમસ બીચ તેમજ સુવાલી બીચ સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, ડુમસ રૂટ પર વિસર્જન યાત્રાઓનો ભારે ધસારો રહેવાનો હોવાથી એરપોર્ટ જઈ ફ્લાઈટ પકડનારા મુસાફરોને સમયસર પહોંચવા માટે ઘરેથી ઓછામાં ઓછા 3 કલાક વહેલા નીકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
વિસર્જન પ્રક્રિયા દરમિયાન શહેરમાં ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે પલસાણા, સાયણ અને ઓલપાડ તરફથી સુરત શહેરમાં પ્રવેશતા તમામ પ્રકારના ભારે વાહનો (નો એન્ટ્રી) પર વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે કાયદો હાથમાં લેનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કડક ધારાઓ હેઠળ શિક્ષાત્મક અને કાયદાકીય કડક પગલાં ભરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

