Suratમાં ઉધોગકાર પાસે રૂપિયા 5 કરોડની ખંડણી માંગનાર બે કથિત પત્રકાર ઝડપાયા
સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીના ડાયરેક્ટરને સચિન ઈન્કા એન્વાયરો અમે ગ્લોબ એન્વાયરો ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ કરે છે એવો દમ મારી ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સેટલમેન્ટ પેટે બે ખંડણીખોરોએ 5 કરોડ સાથે દર વર્ષે રૂપિયા 11 લાખનો હપ્તો માંગ્યો હતો. મીલ માલિકની ફરિયાદના આધારે ક્રાઈમ બાંચે છટકું ગોઠવી બંન્ને ખંડણીખોરોને મીલ માલિક પાસેથી પડાવેલા 45 લાખ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. ફરિયાદીએ ક્રાઈમ બ્રાંચનો કર્યો હતો સંપર્ક મળતી વિગતો પ્રમાણે વેસુમાં એસ.ડી.જૈન સ્કૂલ પાસે આકૃતિ બંગ્લોઝમાં રહેતા મહેન્દ્ર ધીરજલાલ રામોલિયા (ઉ.વ.૫૦, મુળ હનુમાન ખીજડીયા, વડીયા, અમરેલી) સચિન જીઆઇડીસી રોડ નંબર ૪૩-સીમાં મધુસુદન ફેબ્રિક્સના નામથી રેપિયર મશીનના ખાતા ચલાવે છે. 2 વર્ષથી તેઓ સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીમાં ડાયરેક્ટર છે. જીઆઈ ડીસીમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને ડાઇંગ મીલોમાંથી નીકળતો કેમિકલ વેસ્ટ સચીન ઈન્ફા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ને આપે છે. આ બંને સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબીના ધારાધોરણો હેઠળ કરે છે. પૂરાવા રજૂ કરી કંપની બંધ કરાવાની ધમકી આપતા ચાર માસ પહેલાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલે રામોલિયા પાસે જઈ " સચીન ઈન્ફા એન્વાયરો અને ગ્લોબ એન્વાયરો નામની ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ થાય છે, અમારી પાસે આ અંગેનો પુરાવા છે, જીપીસીબીમાં પૂરાવા રજૂ કરી કંપની બંધ કરાવી દઇશ, આગળ કાર્યવાહી નહિ કરવી હોય તો પ કરોડ આપવા પડશે, નહિતર જીપીસીબીમાં ફરિયાદ કરી દઈશ" વિગેરે જેવી ધાક-ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતુ. બંને કંપની બંધ કરાવી, ફાંસીની સજા કરાવીશું,ગત તા.૩૧-૧-૨૫ના રોજ અજય અને તેજસે ફરી રૂપિયા માંગી રામોલિયાને ધમકાવ્યા હતા.બંને કંપનીઓને જીપીસીબી તરફથી ક્લોઝર મળશે. આરોપીઓ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની આપતા હતા ધમકી સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ માણસ મરી જશે તો તમને જવાબદાર ઠેરવી, ખોટા કેસમાં ફસાવી ફાંસી કે આખી જિંદગી જેલમાં રહેવાની સજા કરાવીશું, હાથ-પગ તોડી નાખી રૂપિયા કઢાવતા અમને આવડે છે એવી દમદાટી આપી હતી. જેથી ગભરાઈને રામોલિયાએ ૪૫ લાખ આપવાનું નક્કી કર્યુ હતુ. અજય અને તેજસે દર વર્ષે ૧૧ લાખનો હપ્તો આપવાની પણ માંગણી કરી હતી. બ્લેકમેલર્સથી કંટાળી રામોલિયાએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. અજય ત્રિવેદી અને તેજસ પાટીલને ૪ દિવસના રિમાન્ડ પર કાઈમ બ્રાંચે અજય રમેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૩૪, રહે- કાવેરી બિલ્ડિંગ, વીર નર્મદ હાઇટ્સ, કનકપુર, સચિન- મુળ સાવરકુંડલા, અમરેલી) અને તેજસ ભરત પાટીલ (ઉ.વ.૪૧, રહે- વેકેન્ઝા ધ એડ્રેસ, સેલિબ્રિટી ગ્રીન પાસે, વેસુ-આભવા રોડ- મુળ કિનગાવ.જલગાંવ, મહારાષ્ટ્ર) સામે ખંડણી. ધાકધમકીની કલમો અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે ૪૫ લાખ રોકડા, રેનોલ્ટ અને વેગનાર કાર, ૨ મોબાઇલ વિગેરે મળી કુલ 51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેજસના પિતા ભરતભાઈ ઉધનાની સિટીઝન કો.ઓ. બેંકના વાઇસ ચેરમેન રહી ચુક્યા છે. બાદમાં આ બેંક અન્ય બેંકમાં મર્જ થઇ ગઇ હતી. તેજસની પાંડેસરા જીઆઇડીસી તો અજયની સચિન જીઆઇડીસીમાં વ્યાપક ફરિયાદો હતી. કાઇમ બ્રાંચે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. રામોલિયાની ઓફિસમાં વોઇસ રેકોર્ડર મુકી ક્રાઈમ બ્રાંચે ટ્રેપ ગોઠવી બંને ખંડણીખોરો અજય અને તેજસ તા. ૧-૨-૨૫ના રોજ બપોરના સુમારે નાણાં લેવા રામોલિયાના ખાતા પર આવવાના હતા. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પહેલેથી જ રામોલિયાની ઓફિસમાં ગુપ્ત રીતે વોઇસ રેકોર્ડર મુકી ગયા હતા અને ઓફિસની બહાર છુપાઈને વોચમાં ગોઠવાઇ ગયા હતા. રામોલિયાએ ૪૫ લાખ ભરેલો થેલો તૈયાર રાખ્યો હતો. અઢી વાગ્યાના અરસામાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલ વારાફરતી રામોલિયાની ઓફિસે આવ્યા હતા. અહીં ૪૫ લાખ ભરેલો થેલો લઇ બંને જણા ઓફિસમાંથી નીકળવાની ફિરાકમાં જ હતા કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ ત્રાટક્યા હતા અને બંનેને રંગેહાથ ૪૫ લાખ સાથે દબોચી લીધા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીના ડાયરેક્ટરને સચિન ઈન્કા એન્વાયરો અમે ગ્લોબ એન્વાયરો ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ કરે છે એવો દમ મારી ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સેટલમેન્ટ પેટે બે ખંડણીખોરોએ 5 કરોડ સાથે દર વર્ષે રૂપિયા 11 લાખનો હપ્તો માંગ્યો હતો. મીલ માલિકની ફરિયાદના આધારે ક્રાઈમ બાંચે છટકું ગોઠવી બંન્ને ખંડણીખોરોને મીલ માલિક પાસેથી પડાવેલા 45 લાખ લેતા રંગેહાથ પકડી પાડયા હતા.
ફરિયાદીએ ક્રાઈમ બ્રાંચનો કર્યો હતો સંપર્ક
મળતી વિગતો પ્રમાણે વેસુમાં એસ.ડી.જૈન સ્કૂલ પાસે આકૃતિ બંગ્લોઝમાં રહેતા મહેન્દ્ર ધીરજલાલ રામોલિયા (ઉ.વ.૫૦, મુળ હનુમાન ખીજડીયા, વડીયા, અમરેલી) સચિન જીઆઇડીસી રોડ નંબર ૪૩-સીમાં મધુસુદન ફેબ્રિક્સના નામથી રેપિયર મશીનના ખાતા ચલાવે છે. 2 વર્ષથી તેઓ સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીમાં ડાયરેક્ટર છે. જીઆઈ ડીસીમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને ડાઇંગ મીલોમાંથી નીકળતો કેમિકલ વેસ્ટ સચીન ઈન્ફા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ને આપે છે. આ બંને સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબીના ધારાધોરણો હેઠળ કરે છે.
પૂરાવા રજૂ કરી કંપની બંધ કરાવાની ધમકી આપતા
ચાર માસ પહેલાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલે રામોલિયા પાસે જઈ " સચીન ઈન્ફા એન્વાયરો અને ગ્લોબ એન્વાયરો નામની ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ થાય છે, અમારી પાસે આ અંગેનો પુરાવા છે, જીપીસીબીમાં પૂરાવા રજૂ કરી કંપની બંધ કરાવી દઇશ, આગળ કાર્યવાહી નહિ કરવી હોય તો પ કરોડ આપવા પડશે, નહિતર જીપીસીબીમાં ફરિયાદ કરી દઈશ" વિગેરે જેવી ધાક-ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતુ. બંને કંપની બંધ કરાવી, ફાંસીની સજા કરાવીશું,ગત તા.૩૧-૧-૨૫ના રોજ અજય અને તેજસે ફરી રૂપિયા માંગી રામોલિયાને ધમકાવ્યા હતા.બંને કંપનીઓને જીપીસીબી તરફથી ક્લોઝર મળશે.
આરોપીઓ ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની આપતા હતા ધમકી
સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ માણસ મરી જશે તો તમને જવાબદાર ઠેરવી, ખોટા કેસમાં ફસાવી ફાંસી કે આખી જિંદગી જેલમાં રહેવાની સજા કરાવીશું, હાથ-પગ તોડી નાખી રૂપિયા કઢાવતા અમને આવડે છે એવી દમદાટી આપી હતી. જેથી ગભરાઈને રામોલિયાએ ૪૫ લાખ આપવાનું નક્કી કર્યુ હતુ. અજય અને તેજસે દર વર્ષે ૧૧ લાખનો હપ્તો આપવાની પણ માંગણી કરી હતી. બ્લેકમેલર્સથી કંટાળી રામોલિયાએ પોલીસ કમિશનરને અરજી કરી હતી.
અજય ત્રિવેદી અને તેજસ પાટીલને ૪ દિવસના રિમાન્ડ પર
કાઈમ બ્રાંચે અજય રમેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૩૪, રહે- કાવેરી બિલ્ડિંગ, વીર નર્મદ હાઇટ્સ, કનકપુર, સચિન- મુળ સાવરકુંડલા, અમરેલી) અને તેજસ ભરત પાટીલ (ઉ.વ.૪૧, રહે- વેકેન્ઝા ધ એડ્રેસ, સેલિબ્રિટી ગ્રીન પાસે, વેસુ-આભવા રોડ- મુળ કિનગાવ.જલગાંવ, મહારાષ્ટ્ર) સામે ખંડણી. ધાકધમકીની કલમો અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે ૪૫ લાખ રોકડા, રેનોલ્ટ અને વેગનાર કાર, ૨ મોબાઇલ વિગેરે મળી કુલ 51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેજસના પિતા ભરતભાઈ ઉધનાની સિટીઝન કો.ઓ. બેંકના વાઇસ ચેરમેન રહી ચુક્યા છે. બાદમાં આ બેંક અન્ય બેંકમાં મર્જ થઇ ગઇ હતી. તેજસની પાંડેસરા જીઆઇડીસી તો અજયની સચિન જીઆઇડીસીમાં વ્યાપક ફરિયાદો હતી. કાઇમ બ્રાંચે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે.
રામોલિયાની ઓફિસમાં વોઇસ રેકોર્ડર મુકી ક્રાઈમ બ્રાંચે ટ્રેપ ગોઠવી
બંને ખંડણીખોરો અજય અને તેજસ તા. ૧-૨-૨૫ના રોજ બપોરના સુમારે નાણાં લેવા રામોલિયાના ખાતા પર આવવાના હતા. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પહેલેથી જ રામોલિયાની ઓફિસમાં ગુપ્ત રીતે વોઇસ રેકોર્ડર મુકી ગયા હતા અને ઓફિસની બહાર છુપાઈને વોચમાં ગોઠવાઇ ગયા હતા. રામોલિયાએ ૪૫ લાખ ભરેલો થેલો તૈયાર રાખ્યો હતો. અઢી વાગ્યાના અરસામાં અજય ત્રિવેદી અને તેજસ પાટીલ વારાફરતી રામોલિયાની ઓફિસે આવ્યા હતા. અહીં ૪૫ લાખ ભરેલો થેલો લઇ બંને જણા ઓફિસમાંથી નીકળવાની ફિરાકમાં જ હતા કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ ત્રાટક્યા હતા અને બંનેને રંગેહાથ ૪૫ લાખ સાથે દબોચી લીધા હતા.